ગુજરાત
News of Tuesday, 7th February 2023

સુરતમાં ક્રિકેટ રમતા યુવકને અચાનક હાર્ટ એટેક આવતા મેદાનમાં ઢળી પડ્યો : આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો

હાર્ટ એટેકનો શિકાર બનેલો કિશન પટેલ નામનો યુવક કામરેજના શેખપુર ગામનો વતની: ઓલપાડના સેલુત ગામે આયોજીત ટુર્નામેન્ટમાં રમી રહ્યો હતો

સુરતમાં એક યુવકને ક્રિકેટ રમતા રમતા હાર્ટએટેક આવ્યો અને યુવકને જીવ ગુમાવવો પડ્યો છે. સુરતના ઓલપાડના સેલુત ગામે ક્રિકેટની મેચ દરમિયાન ફિલ્ડિંગ ભરતી વખતે યુવાનને હાર્ટ એટેક આવ્યો. કોઇ કઇ સમજે તે પહેલા જ યુવક અચાનક ઢળી પડ્યો અને યુમદૂત બનીને આવેલો હાર્ટ એટેક યુવાનનો ભરખી ગયો ક્રિકેટ મેચ દરમિયાન હાર્ટ એટેકનો શિકાર બનેલો કિશન પટેલ નામનો યુવક કામરેજના શેખપુર ગામનો વતની હતો. જે ઓલપાડના સેલુત ગામે આયોજીત ટુર્નામેન્ટમાં રમી રહ્યો હતો. અચાનક એક આશાસ્પદ યુવકના મોતથી કોળી પટેલ સમાજમાં શોકની લાગણી ફરી વળી છે.

(12:20 am IST)