News of Wednesday, 7th December 2022
સાબરકાંઠાની ચાર બેઠકોની હિંમતનગરમાં મતગણતરી: 4 હોલમાં 48 ટેબલ પર 200થી વધુ કર્મચારીઓ કાર્યરત
એક હોલમાં એક વિધાનસભા બેઠકની ગણતરી કરાશે: મતગણતરીના સ્થળ ઉપર થ્રી લેયર સુરક્ષા બંદોબસ્ત
અમદાવાદ : સાબરકાંઠાની ચાર બેઠકોની હિંમતનગરમાં મતગણતરી થશે. આ મત ગણતરી સરકારી પોલિટેકનિક ખાતે હાથ ધરવામાં આવશે. જેમાં 4 હોલમાં 48 ટેબલ ઉપર 200થી વધુ કર્મચારીઓ મતગણતરી હાથ ધરવામાં આવશે. એક હોલમાં એક વિધાનસભા બેઠકની ગણતરી કરાશે. મતગણતરીના સ્થળ ઉપર થ્રી લેયર સુરક્ષા બંદોબસ્ત ઉભો કરવામાં આવ્યો છે
(10:50 pm IST)