ગુજરાત
News of Saturday, 7th November 2020

હોમ આઇસોલેશનમાં રહેલા કોરોના પોઝીટીવ દર્દીઓ ગેરહાજર મળ્યા : આઠ લોકોને નોટીસ : કાર્યવાહી થશે

અમદાવાદ છોડીને પોતાના વતનમાં પ્રાંતિજ પણ જતા રહ્યા: હવે કોવીડ કેર સેન્ટરમાં રખાશે અને ખર્ચ પણ વસૂલાશે

અમદાવાદ : હોમ આઈસોલેશનમાં રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓ ઘરે ન મળી આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને નોટીસ આપવામાં આવી છે. અમદાવાદ છોડીને પોતાના વતનમાં પ્રાંતિજ પણ જતા રહ્યા છે. તેમજ બાકીના દર્દીઓ કામ અર્થે કહીને ઘરની બહાર નિકળ્યા હતા. અમદાવાદમાં રહેલા છ દર્દીઓને હાલમાં કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સંક્રમિત થયેલા બે દર્દીઓના વિસ્તારના સી.ડી.એચ.ઓ ને જાણ કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે કોવિડ કેર સેન્ટરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર્દી પાસે ખર્ચ લેવામાં આવતો નથી પરંતુ આ દર્દીઓ પાસેથી કોવિડ કેર સેન્ટરમાં રહેવા અંગેનું પણ ખર્ચ વસૂલવામાં આવશે.

કોરોના પોઝિટિવ દર્દીઓમાં સંક્રમિત પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સંક્રમિત દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવે છે. હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને સંજીવની આરોગ્યરથના મેડિકલ ઓફિસર અને તેમની ટીમ દ્વારા ફોલોઅપ લેવામાં આવે છે.

હોમ આઈસોલેશનવાળા દર્દીઓનું ફોલોઅપ લેતા અમુક દર્દી અન્ય કોઈ કામ અર્થે કે પોતાના વતનમાં ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ પોઝિટિવ દર્દીઓ ઘરથી બહાર નિકળી કોઈ વ્યક્તિનાં સંપર્કમાં આવે અને કોરોના ફેલાવી શકે છે. જેથી સંક્રમણ વધી શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા બે દિવસમાં હું વિઝિટ દરમિયાન હોમ આઈસોલેશનમાં ફોલોઅપ કરતા 8 કોરોના પોઝિટિવ દર્દીઓ પોતાના ઘરે મળી આવ્યા ન હતા. આ 8 લોકો સામે હોમ આઈસોલેશનની ગાઇડલાઇનનો ભંગ થવા બદલ એપેડેમીક ડિસિઝ એક્ટ 1997 અંતર્ગત નોટીસ આપવામાં આવી છે. તેમજ તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ દર્દીઓને હાલ કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં છે. આ તમામ દર્દીઓ પાસે કોવીડ કેર સેન્ટરમાં રાખવા અંગેનો ખર્ચ પણ વસૂલવામાં આવશે. તેમજ તેમની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.

હોમ આઈસોલેશનની ગાઇડલાઇનનો ભંગ કરનાર લોકોની યાદી

અંકિત ચૌધરી ,સી ટી એમ
અનિતા ભટ્ટી, વસ્ત્રાલ
હાર્દિક ભટ્ટી,વસ્ત્રાલ
સુમિત પટેલ ,વસ્ત્રાલ
એમ. ડી.ચાંદ,શાહપુર
અંકિત પરમાર, દાણી લીમડા
જય મકવાણા ,સૈજપુર
દિવ્યંગી મકવાણા ,સૈજપુર

(9:33 pm IST)