વડોદરાના નરાધમ રીક્ષા ચાલકે યુવતી સાથે જબરદસ્તી દાખવી રિક્ષામાં બેસાડી છેડછાડ કરતા પોલીસ ફરિયાદ
વડોદરા:શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ જલારામ નગરમાં રહેતી 23 વર્ષીય યુવતી રાજમહેલ રોડ પર આવેલ એસેસરીઝની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુરૂવારના રોજ સાંજના સમયે તે નોકરી પરથી પરત ઘરે જઈ રહી હતી.
તે દરમિયાન ગાંધીનગર ગૃહ પાસે રીક્ષાવાળાએ આજુબાજુ પુરુષ ને બેસાડી યુવતીને વચ્ચે બેસવા જણાવ્યું હતું જેથી યુવતીએ રીક્ષા ને ઉભી રાખી ઉતરવા માટે રિક્ષાચાલકને જણાવ્યું હતું, પરંતુ રિક્ષા ઊભી રાખી અને અપશબ્દો બોલી ચૂપચાપ બેસી રહેવાનું જણાવ્યું હતું.
યુવતીની આજુબાજુમાં બેસેલા પેસેન્જરોએ વાંધો ઉઠાવતા તેમને પણ ગણકાર્યા ન હતા. તે દરમિયાન રિક્ષા કારેલીબાગ પોલીસ સ્ટેશન નજીકથી પસાર થતા યુવતીએ રીક્ષા ઉભી રાખવા જણાવ્યું હતું અને જો નહી ઉભી રાખે તો બૂમ પાડીશ તેમ કહેતા ઉશ્કેરાયેલા રિક્ષાચાલકે યુવતીનો હાથ પકડી ધક્કો મારી જતી રહે તેમ જણાવ્યું હતું.