ગુજરાત
News of Saturday, 7th November 2020

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને સિંગલ મધરને પ્રોવિઝનલ સનદ અને નોંધણી નંબર આપવાનો હાઇકોર્ટ દ્વારા આદેશ

અરજદાર મહિલા પ્રોવિઝનલ સનદ પર વકીલાત કરશે નહીં અને પરીક્ષા પાસ બાદ ફાઇનલ સનદ મેળવશે

અમદાવાદ :વકીલાત કરતા એડવોકેટ્સ અન્ય વ્યવસાય કે નોકરીમાં જોડાઈ શકે નહીં અને જો અન્ય કોઈ નોકરી કે ધંધો કરવા ઈચ્છે તો બાર કાઉન્સિલ સમક્ષ સનદ જમા કરાવી પડે છે જોકે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી સિંગલ મધરે ઓલ ઇન્ડિયા બાર એક્સઝીનેશનમાં પરીક્ષા આપવા માટે તેને પ્રોવિઝનલ સનદ આપવામાં આવે અને પરીક્ષા બાદ જો અન્ય કોઈ નોકરી કે નોકરીમાં જોડાશે તો પ્રોબિઝનલ સનદ બાર કાઉન્સિલ સમક્ષ જમા કરવાશે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.

ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે બાર ઓફ ઇન્ડિયાને અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને મહિલા અરજદારને પ્રોવિઝનલ સનદ અને પરીક્ષા માટે નોંધણી કરવાનાર અન્ય વકીલોને જે રીતે નોંધણી નંબર આપવામાં આવ્યો છે તેવો જ નોંધણી નંબર મહિલા અરજદારને ત્રણ દિવસ સુધીમાં આપવાનો આદેશ કર્યો છે.

જરાત હાઈકોર્ટે આપેલા મહત્વપૂર્ણ આદેશમાં નોંધ્યું છે કે મહિલા અરજદારના પતિ મૃત્યુ પામી ચુક્યા છે અને હાલ પોતે કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને જો ઓલ ઇન્ડિયા બાર એકઝમીનેશનમાં પરીક્ષા આપવા માટે નોકરીમાંથી રાજીનામુ આપે અને પરીક્ષામાં નાપાસ થાય તો તેમની પાસે જીવન ગુજરાન ચલાવવા માટે આજીવિકા નહિ રહે. જોકે મહિલા અરજદારે હાઈકોર્ટમાં સોગંદનામાંમાં જણાવ્યું છે કે તેને પ્રોવિઝનલ સનદ આપવામાં આવે અને ઓલ ઇન્ડિયા બાર એક્ઝામીનેશનની પરીક્ષા પાસ કરે ત્યાં સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પાસે જમા રહે અને પરીક્ષા પાસ કર્યા બાદ ફાઇનલ સનદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પાસેથી મેળવશે. પરીક્ષા પાસ કરીને ફાઇનલ સનદ મેળવ્યા બાદ જો બીજી કોઈ જગ્યાએ નોકરી કે ધંધો કરશે તો સનદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ જમા કરાવશે.આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે.

આ મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે મહિલા અરજદાર ખાનગી કંપનીમાં નોકરી કરે છે જેથી વકીલ તરીકે નોંધણી કરવી શકે નહિ. મહિલા અરજદારને જો આ રીતે પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવશે તો આવી મોટી સંખ્યામાં લોકો સામે આવશે તેવી શકયતા વ્યક્ત કરી હતી.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આ મુદ્દે દલીલ કરી હતી કે મહિલા અરજદારને સોગંદનામું રજૂ કરવા કહ્યું હતું જેમાં અરજદાર મહિલા પ્રોવિઝનલ સનદ પર વકીલાત કરશે નહીં અને પરીક્ષા પાસ બાદ ફાઇનલ સનદ મેળવશે અને જો પરિક્ષા પાસ કર્યા બાદ અન્ય કોઈ જગ્યાએ નોકરી કે ધંધો કરશે તો સનદ બાર કાઉન્સિલ સમક્ષ જમા કરાવશે અને વકીલ તરીકે પ્રેક્ટીસ કરશે નહીં. આ મુદ્દે મહિલા અરજદાર દ્વારા સોગંદનામું રજૂ કરાયા બાદ કોર્ટે તેમને નોંધણી નંબર ઉપલબ્ધ કરવાનો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આદેશ કર્યો છે.

(8:35 am IST)