ગુજરાત
News of Saturday, 7th November 2020

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલને કોરોના પોઝીટીવ : ટવીટ કરીને આપી જાણકારી

બિહાર કોંગ્રેસના પ્રભારી -રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું આપ સૌની શુભકામના સાથે કોરોના સામે પણ લડી લઈશું

અમદાવાદ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલને કોરોના પોઝીટીવ આવ્યો છે શક્તિસિંહ ગોહિલે ટવીટ કરીને આ જાણકારી આપી છે

 બિહાર કોંગ્રેસના પ્રભારી -રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટવીટ કર્યું હતું કે આજે મેં મારો આરટી પીસીઆર ટેસ્ટ કરાવ્યો તો હું કોરોનાથી સંક્રમિત જણાયો છું આપ સૌની શુભકામના સાથે કોરોના સામે પણ લડી લઈશું, કોઈ ચિંતાની વાત નથી

 

(7:18 pm IST)