ગુજરાત
News of Sunday, 7th March 2021

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ : HIV પીડિત પતિને 12 વર્ષથી સંઘર્ષ કરી સ્વસ્થ રાખતી રાજપીપળાની આ મહિલાને સલામ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એટલું જરૂર કહી શકાય કે આ સમાજમાં હવે સ્ત્રીઓનું ગૌરવ જળવાતું થયું છે કેટલીક સ્ત્રીઓએ સંઘર્ષ કરી સફળતા પણ હાંસલ કરી છે.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એચઆઈવી જેવા મહારોગ સામે પોતાના પતિને તંદુરસ્ત જીવન જીવવા પ્રેરણારૂપ સાબિત થયેલી રાજપીપળાની એક મધ્યમવર્ગની મહિલાના સંઘર્ષ અને પડકારોનો લોકો દાખલો લઈ એચાઆઈવી ગ્રસ્તો સાથે પ્રેમ,હુંફ રાખી તેમને વધુ જીવવા પ્રેરણા લે છે.
હા,આ એક સત્ય હકીકત છે રાજપીપળામાં રહેતી આ મહિલાને જયારે ખબર પડી કે તેનો પતિ એચઆઈવી પોઝીટીવ છે ત્યારે તેણી પણ આ રોગ બાબતે જાણકાર ન હતી શરૂઆતમાં પતિ-પત્નીના વ્યવહારમાં કઈક અંશે ભેદભાવ થયા પરંતુ જયારે આ મહિલાને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં કાર્યરત આઇસીટીસી કેન્દ્ર ના કાઉન્સિલર સંદીપ પટેલ સાથે મુલાકાત થઈ ત્યારે એચઆઈવી બાબતેની સાચી અને પુરી જાણકારી ત્યાંથી મળી ત્યારબાદ આ મહિલાએ તેના એચઆઈવી ગ્રસ્ત પતિને એચાઆઈવીના ચેપ સાથે વધુ લાંબુ જીવન જીવાડવા કમરકસી અને આજે 12 વર્ષ જેવા સમય થી પતિ એચઆઇવી સાથે તંદુરસ્ત જીવન જીવતા હોવા માટે આ મહિલાનું મોટું યોગદાન છે.ત્યારે આ કિસ્સામાં મહત્વની બાબત એ છે કે પતિ એચઆઇવી પીડિત છે પરંતુ પત્ની અને બાળક નેગેટીવ હોવા છતાં મહિલા દિવસે આ મહિલા નો પતિને તંદુરસ્ત જીવન જીવડવાનો સંઘર્ષ બિરદાવવા લાયક કહી શકાય.શરૂઆતમાં કુટુંબના સમાજના કેટલાક પડકારો સામે સંઘર્ષ કરી હોસ્પિટલમાં દાખલ તેના પતિને સાજા થવા દવા સાથે દુવા કરતી આ મહિલા પરિસ્થિતિ અને સમાજથી લાચાર હોવા છતાં હિંમતભેર લોકોના ધરે કપડા-વાસણ ધોવાનું કામ કરી તેના નાનકડા બાળક અને  પતિ માટે હિંમતભેર આગળ ધપી અને ઘરકામ કરીને પૈસા કમાતી આ મહિલાને અંતે સફળતા મળી તેના પતિ એચઆઈવી સાથે સ્વસ્થ થયા અને ઈશ્વરે પણ આ મહિલાની સંઘર્ષ ગાથા અને હિંમત સામે જાણે ઝુકવું પડ્યું તેમ આ મહિલાના એચઆઈવી ગ્રસ્ત પતિ આ મહારોગ સાથે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી પોતાની પત્ની અને બાળક નું ગુજરાન ચલાવે છે.સાથે સાથે નર્મદા જિલ્લામાં એચઆઈવી એઈડસની જાગૃતિના અભિયાન માં પતિ પત્ની બંને ખભેખભા મિલાવી જિલ્લાના લોકોને એચઆઈવી ગ્રસ્તો સાથે ભેદભાવ ન કરવા અને કંઈ રીતે લાંબુ જીવન જીવાડાયા તેવા દાખલા આપી જીવન જીવવા પ્રેરણા આપે છે.આમ પણ દરેક માણસને મહાન બનવવામાં એક સ્ત્રીનોજ હાથ રહેતો હોય છે. ત્યારે રાજપીપળાની આ મહિલા આજે પણ એચઆઈવી સાથે જીવતા તેના પતિની ખુબજ કાળજી રાખી સેવા કરી રહી છે.

(11:25 pm IST)