ગુજરાત
News of Tuesday, 6th December 2022

સાવલી નગરપાલિકાના મહિલા કોર્પોરેટર સામે બોગસ મતદાન કર્યાની ફરિયાદ

કોર્પોરેટરે વિદેશમાં રહેતી મહિલાના નામે બોગસ મતદાન કર્યું હોવાના આક્ષેપ

વડોદરાની સાવલી નગરપાલિકાના મહિલા કોર્પોરેટર સામે બોગસ મતદાન કર્યાની ફરિયાદ થઈ છે. સાવલી પાલિકાના વોર્ડ નંબર 6ના મહિલા કોર્પોરેટરે વિદેશમાં રહેતી મહિલાના નામે બોગસ મતદાન કર્યું હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.  આ મુદ્દે સાવલી પાલિકાના વિપક્ષના નેતા હસુ પટેલે ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરીને કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

(8:28 pm IST)