News of Tuesday, 6th December 2022
વડોદરામાં મતગણતરી સ્થળે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો: પોલિટેક્નિક કોલેજમાં CCTV કેમેરા લગાવાયા
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે વડોદરા જિલ્લા અને શહેરની 10 બેઠકોની મતગણતરીની તૈયારીઓ શરૂ કરાઈ છે. પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થવાની હોવાથી ગેટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોલેજમાં તમામ EVM લાવી દેવામાં આવ્યા છે. અને CCTV કેમેરા પણ ગોઠવી દેવાયા છે.
(8:27 pm IST)