ગુજરાત
News of Tuesday, 6th December 2022

મતદાન બાદ અમદાવાદ ખાતેનું ભાજપનું પ્રદેશ મીડિયા સેન્ટર ખાલી કરાયું: ફરી એકવાર કમલમ ખાતે ટ્રાન્સફર

ભાજપનાં હાઈ ટેક મીડિયા સેન્ટર ખાતે અદ્યતન સુવિધાઓ ઊભી કરાઇ હતી.

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ભાજપનું પ્રદેશ મીડિયા સેન્ટર હટાવાયુ છે. ભાજપનાં હાઈ ટેક મીડિયા સેન્ટર ખાતે અદ્યતન સુવિધાઓ ઊભી કરાઇ હતી. અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ  શાહ અહીં ચૂંટણીલક્ષી કામ કરતા હતા. ભાજપની મીડિયા સંબધિત તમામ કામગીરી ફરી એકવાર કમલમ ખાતે ટ્રાન્સફર કરાઈ છે.

(8:13 pm IST)