ગુજરાત
News of Thursday, 6th October 2022

શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે નેશનલ સાયન્સ સેમિનાર તથા નેશનલ સાયન્સ ડ્રામા યોજાયો

પ્રભાસ પાટણ: ગુજરાત કાઉન્સીંલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મ ભક્તિ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા બાળકો પોતાની અંદર રહેલા વિજ્ઞાન કૌશલ્યોને નાટક સ્વરૂપે રજુ કરે તેમજ સમાજમાં વિજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરતાં થાય તે ઉદ્દેશથી આ વર્ષની મુખ્ય થીમ માનવજાતના લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર જિલ્લા કક્ષાના નેશનલ ડ્રામા ફેસ્ટીવલ-2022નું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી  કરવામાં આવેલ. ડ્રામા ફેસ્ટીવલની મુખ્ય થીમ : માનવ જાતના લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત પેટા થીમ (1) રસીની વાર્તા, (2) રોગચાળો : સામાજિક અને વૈજ્ઞાનિક મુદ્દાઓ, (3) જીવનની ગુણવત્તા સુધારવા માટે તકનીકી નવીનતા અને (4) મૂળભૂત વિજ્ઞાન અને ટકાઉ વિકાસ વિષયો પર ૦૯ જેટલા નાટકો રજુ થયેલ. જેમાં પ્રથમ ક્રમે શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા - પ્રભાસ પાટણ  દ્વિતીયક્રમે મેઘપુર પ્રાથમિક શાળા -  તૃતીય ક્રમે શ્રી સ્વામિનારાયણ હાઇસ્કુલ ભીડીયા આવેલ.

      તેમજ બીજા સેશનન માં દર વર્ષ મુજબ આ વર્ષે પણ નેશનલ કાઉન્સિલ ઓન સાયન્સ મ્યુઝીયમ, કોલકતા, નહેરુ સાયન્સ સેન્ટર-મુંબઈ, તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ગાંધીનગર દ્વારા "નિરંતર વિકાસ માટે બુનિયાદી વિજ્ઞાન : પડકાર અને સંભાવના" વિષય પર નેશનલ સાયન્સ સેમીનારનુ આયોજન કરેલ.આ કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત રાજયના દરેક જિલ્લા તેમજ રાજય ક્ક્ષાએ સેમીનારનુ આયોજન કરવાનુ હોય છે, જેમાં ગીર સોમનાથ જિલ્લામાં શ્રી ધર્મભક્તિ જિલ્લા કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા નેશનલ સાયન્સ સેમિનાર જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં જિલ્લા માથી 30 જેટલી શાળાના 60 જેટલા બાળકોએ ભાગ લીધેલ આ કાર્યક્રમના તજજ્ઞ તરીકે રાહુલભાઈ ઉપાધ્યાય વિજયભાઈ કોટડીયા તથા પ્રવીણભાઈ મલ્લી રહ્યા હતા

. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ પ્રથમક્રમે મોહનાની રોનક (આદિત્ય બિરલા હાયર સેકન્ડરી સ્કુલ વેરાવળ) દ્વિતીય ક્રમે રવૈયા જસ્મી ભરતભાઈ( આગાખાન સ્કૂલ ચિત્રાવડ) તથા તૃતીયક્રમે મોઠીયા નોમન  આવેલ હતા. જે હવે પછી રાજય ક્ક્ષાના સેમીનાર ના ભાગ લેવા માટે જશે. બંને કાર્યક્રમમાં વિજેતા વિદ્યાર્થીઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ તેમજ ભાગ લેનાર તમામ બાળકોને જીલ્લાકક્ષાનું પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

 સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાન કેન્દ્રનાં કો ઓર્ડીનેટર નરેશભાઈ ગુંદરણીયા દ્વારા કરવામાં આવેલ. નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ-2022 તથા નેશનલ સાયન્સ સેમિનાર -2022માં ભાગ લેનાર તમામ શાળા, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ આવનાર સમયમાં પણ આ જ ઉત્સાહથી ભાગ લે એ માટે સંસ્થાના ચેરમેન શા.ભક્તિપ્રકાશદાસદાસજી એ અનુરોધ કરેલ  તેમજ સ્વામી ધર્ કિશોરદાસજી ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ દામાણી  દ્વારા તમામને અભિનંદન પાઠવવામાં આવેલ.

(1:05 am IST)