ગુજરાત
News of Thursday, 6th October 2022

સોસાયટીની વાર્ષિક સાધારણ સભા બોલાવતાં કોઈ ના અટકાવી શકે

સહકારી કાયદાની કલમ-૭૭ની જોગવાઇ વિરૃધ્ધ સ્ટે ના આપી શકાય : ટ્રિબ્યુનલ

 અમદાવાદ,તાફ૬ : શહેર સહિત રાજ્યભરમાં સોસાયટી અને સહકાર મંડળીઓમાં વાર્ષિક સાધારણ સભા બોલાવવા સહિત અનેક મુદ્દાઓને લઇ તકરાર અને વિવાદ ચાલતા હોય છે ત્યારે ગુજરાત રાજ્ય સહકારી ટ્રિબ્યુનલે એક મહત્વના ચુકાદામાં ઠરાવ્યું છે કે, ગુજરાત રાજય સહકારી કાયદાની આદેશાત્મક જોગવાઇ અને સંબંધિત ચુકાદાને ધ્યાને લેતાં સોસાયટીની વાર્ષિક સાધારણ સભા બોલાવતાં અટકાવી શકાય નહી. સોસાયટીની વાર્ષિક સાધારણ સભા બોલાવવા સામે વાંધો ઉઠાવતી અને મનાઇહુકમ આપવા દાદ માંગતી રિવીઝન અરજી ટ્રિબ્યુનલના ઇન્ચાર્જ પ્રમુખ બી.બી.પાઠક અને સભ્ય કે. જે. જોષીની ખંડપીઠે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી અને સોસાયટીની સાધારણ સભા બોલાવવાના સોસાસટીની નવી કમીટીના નિર્ણયને બહાલ રાખ્યો હતો.

 અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીના પૂર્વ સેક્રેટરીએ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા બોલાવવાના નવી રચાયેલ કમીટીના નિર્ણય અને એજન્ડાને બોર્ડ ઓફ નોમનીઝ કોર્ટમાં પડકાર્યો હતો અને દાવો કર્યો હતો. જેમાં બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટે સોસાયટીની વાર્ષિક સાધારણ સબા બોલાવવા સામે કોઇ મનાઇહુકમ કે રાહત નહી આપતાં પૂર્વ સેક્રેટરીએ ગુજરાત રાજય સહકારી ટ્રિબ્યુનલમાં રિવીઝન અરજી કરી સાધારણ સભા બોલાવવા સામે તાત્કાલિક સ્ટે આપવા માંગણી કરી હતી. જેનો સખત વિરોધ કરતાં સોસાયટીનો હોદ્દેદારો તરફથી એડવોકેટ ધીરજ એ.ઠક્કરે ટ્રિબ્યુનલનું ધ્યાન દોર્યું હતું કે, અરજદારની મુદત ૨૦૨૦માં પૂરી થઇ ગઇ તેમને આ -કારનો દાવો કરવાની કોઇ લોકસ સ્ટેન્ડી(કોર્ટમાં હાજર થવાનો અધિકાર) નથી. સેક્રેટરી તરીકે દાવો કરવાનો તેઓને અધિકૃત કરતો કમીટીનો ઠરાવ પણ રજૂ કરાયો નથી. તેથી તેમને વ્યકિતગત રીતે આવો દાવો કરવાનો અધિકાર જ નથી.

વળી, અરજદારના મૂળ દાવામાં પણ નોમની કોર્ટે સાધારણ સભા બોલાવવા સામે તેમને કોઇ સ્ટે કે રાહત આપી નથી. સૌથી મહત્વનું કે, અ-ેશન ઓફ ફેકટ કે, વાર્ષિક સાધારણ સભાના એજન્ડા સામે કોઇ સભ્યોને વાંધો નથી ત્યારે સહકારી કાયદાની કલમ-૭૭(૫) હિસાબી વર્ષ પૂરા થયા બાદ છ મહિનામાં વાર્ષિક સાધારણ સભા બોલાવી શકાય તેવી મેન્ડેટરી જોગવાઇ છે અને જો વાર્ષિક સાધારણ સભા ના મળે તો પેનલ્ટી થઇ શકે તેવી જોગવાઇ હોવાથી અરજદારની રિવીઝન અરજી કોઇપણ સંજોગોમાં ટકવાપાત્ર જ નથી. આ દલીલો ગ્રાહ્ય રાખી ટ્રિબ્યુનલે પૂર્વ સેક્રેટરીની અરજી ફગાવી દીધી હતી.

  ટ્રિબ્યુનલે સ્પષ્ટ તારણો સાથે હુકમમાં ઠરાવ્યું હતું કે, અરજદાર સોસાયટીના આ મંડલીના સેક્રેટરી હોવાનો દાવો કરે છે પરંતુ સામાવાળાઓની દલીલો મુજબ, તેઓની સેક્રેટરીની મુદત ૨૦૨૦માં પૂર્ણ થઇ ગઇ છે. ટ્રિબ્યુનલના સંબંધિત ચુકાદાને ધ્યાને લતાં પણ વાર્ષિક સાધારણ સભા મળતી અટકાવી શકાય નહી. વળી, અરજદારને વાર્ષિક સાધારણ સભામાં હાજર રહીને તેમની તકરાર રજૂ કરવાની તક છે. નવી રચાયેલ કમીટીએ સભામાં કામકાજ ના કરવું તે  પ્રકારનો કોઇ મનાઇહુકમ નથી. અરજદારનો પ્રથમદર્શનીય કેસ નથી. ઉપરાંત, સગવડ-અગવડનું પાસુ તથા નાણાંની ભરપાઇ ના થઇ શકે તેવું નુકસાન પણ અરજદારને નથી ત્યારે સહકારી કાયદાની કલમ-૭૭ની આદેશાત્મક જોગવાઇ વિરૃધ્ધ કોઇ મનાઇહુકમ આપી શકાય નહી. આ સંજોગોમાં અરજદારની અરજી નામંજૂર કરવામાં આવે છે.

(4:03 pm IST)