ગુજરાત
News of Thursday, 6th October 2022

દેશના ઇતિહાસમાં સહુથી મોટો બનાવટી નોટોનો જથ્‍થો ચૂંટણીમાં વાપરવાનો તો નહોતો ને?

૩૧૬ કરોડની બનાવટી નોટની તપાસ દેશવ્‍યાપી કરવા સ્‍પેશ્‍યલ ઇન્‍વેસ્‍ટીગેશન ટીમ રચવામાં આવી : સીબીઆઈ ટીમ ગુજરાત આવે તેવી જોરદાર ચર્ચા, આરોપીઓ ફિલ્‍મી નિર્માણ સાથે સંકળાયેલ હોવાનો દાવો પોકળ : સુરત, આણંદ,રાજકોટ થી તપાસનો દોર મુંબઇ ,મહારાષ્‍ટ્ર સુધી પહોંચવાનો હોવાથી પીઆઇ કામરેજ, સુરત એલસીબી પીઆઈ,તાપી જિલ્લા એલસીબી પીઆઇની મદદમાં ૪ પીએસઆઈ અને બે જિલ્લાની એલસીબી સ્‍ટાફ સિટ્ટમાં સમાવવામાં આવ્‍યો છે. : ત્રાસવાદ વિરોધી દળના કાર્યકાળ દરમિયાન અનેક રેકેટનો પર્દાફાશ કરનાર એડી.ડીજીપી સાઉથ ગુજરાતના વડા રાજકુમાર પાંડિયન સાથે ‘‘અકિલા''ની વાતચીત

રાજકોટ તા.  ૬ : સુરત રેન્‍જ વડા રાજકુમાર પાંડિયન અને સુરત રૂરલ એસપી હિતેષ જોયસર ટીમની જાગળતિને કારણે ૩૧૭ કરોડ જેટલી બનાવટી નોટો ગુજરાત વિધાન સભાની ચૂંટણી સમયે જ મળતા આનું કનેક્‍શન આંતર રાજ્‍ય નીકળવા સાથે તેને આગામી ચૂંટણી સાથે કોઈ તાર જોડાયેલ નથી ને? આ બાબતની સર્વાંગી તપાસ કરવા અન્‍ય રાજ્‍યો સુધી ટીમો મોકલવાની હોવાથી બનવાની ગંભીરતા પારખી એડિશનલ ડીજીપી લેવલના ત્રાસવાદ વિરોધી દાળમાં ફરજ બજાવી ચૂકેલા આ અનુભવી અધિકારી દ્વારા સ્‍પેશ્‍યલ ઇનવેસ્‍ટીગેશન ટીમની રચના કરી હોવાનું અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.                    

 જે સિટ ની રચના કરી છે તેમાં પીઆઇ કામરેજ અને આખા કેશમાં ઊંડા ઉતરેલા પીઆઇ આર.વી. ભટોર, સુરત એલસીબી પીઆઈ બી. ડી.શાહ, પીઆઇ એડી.ચાવડા અને તાપી જિલ્લા એલસીબી પીઆઇ આર.એમ. વસૈયા અને આ બધાની મદદમાં ૪ પીએસઆઈ અને સુરત તાપી જિલ્લા એલસીબી સ્‍ટાફ ફાળવવામાં આવ્‍યો હોવાનું સુરત રેન્‍જ વડા રાજકુમાર પાંડિયન વિશેષમાં જણાવે છે.

અત્રે યાદ રહે કે સુરતના કામરેજ નજીકથી કરોડોની બનાવટી નોટો મળ્‍યા બાદ આરોપી દ્વારા આ નોટો ફિલ્‍મમાં ઉપયોગમાં લેવાનો હોવાનું જણાવેલ, જોકે રેન્‍જ વડા રાજકુમાર પાંડિયનને આ વાત બહુ ગળે ન ઉતરતા તેવો દ્વારા આ બાબતે સુરત રૂરલ એસપી હિતેષ જોયસર ટીમ મારફત તપાસ કરાવતા આરોપીનો ફિલ્‍મી નિર્માણ સાથે કોઈ સંબંધ ન હોવાનું બહાર આવવા પામેલ.           

 પોલીસ આ મામલે ઊંડી ઉતરતા કાલાવડ પંથકમાંથી નોટો ઘાસની ગંજીમાં છપાયેલ બોક્ષમાંથી મળતા શંકા મજબૂત બની, આરોપીઓ બાબતે સઘન પૂછ પરછ કરતા હિતેષ દિનેશના રાજકોટ સૌરાષ્ટ્‌ કનેક્‍શન નીકળેલ, આણંદના વિપુલ પટેલની તપાસ દરમિયાન ભૂતકાળમાં પોલીસ ચોપડે ચડેલા મુંબઇના મુખ્‍ય સૂત્રધાર વિકાસ જૈન વિગેરેના નામ ખુલ્‍યા હતા, દેશભરમાં બ્‍લેક વ્‍હાઇટ કરવાના મામલે આંગડિયા પેઢીઓ વિકાસ જૈન દ્વારા ખોલી હોવાનું બહાર આવવા પામેલ છે.   દરમિયાન સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ ૩૧૬ કરોડની બનાવટી નોટો મળી આવતા સીબીઆઈ પણ સતર્ક બની છે, ટુંકમાં ગુજરાત આવે તેવી સંભાવના નકારી શકાય નહીં.

(3:58 pm IST)