ગુજરાત
News of Thursday, 6th October 2022

ઉંઝાના ભાખર ગામે યુવતી સાથે ગેંગરેપ: કામ આપવાના બહાને ત્રણ નરાધમોએ પીંખી નાખી

પોલીસે પીડિતાની ફરિયાદ નોંધી ત્રણેય આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા

મહેસાણા જિલ્લામાં યુવતી સાથે ગેંગરેપની ઘટના ઘટી છે આ અંગેની જાણ પીડિત યુવતીએ પોલીસમાં કરી હતી,પોલીસે ફરિયાદ નોંધી સત્વરે કાર્યવાહી હાથ ધરી છે.

 પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહેસાણાના ઉંઝાના ભાખર ગામે  આ યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. આ દુષ્ક્રર્મમાં ત્રણ ઇસમો સામેલ હતા. સિદ્વપુરના એક ગામની યુવતી સાથે આ ઘટના ઘટી હતી. આ યુવતીને કામ આપવાના બહાને તેની સાથે ગેંગરેપ કર્યો હતો.  આ અંગેની પીડિત યુવતીએ તમામ ઇસમો સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ પીડિતાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને ઇસમોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસે હાલ યુવતીનું કાઉન્સલિંગ કરીને હિમત પુરી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરવાની બાંયધરી આપી છે.

(12:03 am IST)