ગુજરાત
News of Saturday, 6th March 2021

બિનખેતી તરફ દોટ : બે વર્ષમાં ૩૦.૨૮ કરોડ જમીન બિનખેતી : સરકારને ૨૦૫૪ કરોડ મળ્યા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૬ : રાજ્યમાં બે વર્ષમાં ૩૦ જિલ્લાઓમાં ૫૬,૫૬૬ અરજીઓમાં ૫૭ કરોડ ૭૩ લાખ ૨૧ હજાર ૨૭૮ ચો.મી.માં બિનખેતી માટે માંગણી કરવામાં આવી. તે અન્વયે વર્ષ ૨૦૧૯માં ૧૬ કરોડ ૮૦ લાખ ૭૧ હજાર ૮૮૭ અને વર્ષ ૧૩ કરોડ ૪૭ લાખ ૪૭ હજાર ૪૧૯ ચો.મી.માં બિનખેતી પરવાનગી આપવામાં આવી. આમ, બે વર્ષ ૩૦ કરોડ ૨૮ લાખ ૧૯ હજાર ૩૦૬ ચો.મી.માં બિનખેતીની પરવાનગી આપવામાં આવી. બિનખેતીની પરવાનગી અન્વયે રાજ્ય સરકારને વર્ષ ૨૦૧૯માં ૧૧૫૫ કરોડ ૩૩ લાખ ૧૧ હજાર ૧૮૩ રૂપિયા અને વર્ષ ૨૦૨૦માં ૮૯૮ કરોડ ૯૫ લાખ ૬૮ હજાર ૩૧૧ રૂપિયાની મળીને કુલ ૨૦૫૪ કરોડ ૨૮ લાખ ૭૯ હજાર ૪૯૪ રૂપિયાની આવક થઇ છે તેવી માહિતી સરકારે વિધાનસભામાં આપી હતી.

(1:18 pm IST)