ગુજરાત
News of Monday, 6th February 2023

૨૦૦ કેન્‍સર વિજેતાઓએ તેમની સારવાર કરનાર તબીબો સાથે ઉજવણી કરી

નરોડા શેલ્‍બી હોસ્‍પિટલ ખાતે

(કેતન ખત્રી), અમદાવાદઃ  કેન્‍સર દિવસ ઉજવવામાં આવે છે. કેન્‍સર એ બધા માટે ભયજનક રોગ છે.પરંતુ ડોકટરોના યોગ્‍ય નિદાન અને સારવાર તથા દર્દીઓના લડાઈ તેને હરાવી શકે છે. આવા ઘણા કિસ્‍સાઆને ખરેખર કેન્‍સર ચમત્‍કાર તરીકે  ઓળખવામાં  આવે  છે. જે લોકો આ લડાઈમાં જીતે છે તેઓ કેન્‍સર વિજેતા કહેવાય છે. આવા ૨૦૦ વિજેતાઓએ આ વિશ્વ કેન્‍સર દિવસે નરોડા શેલ્‍બી હોસ્‍પિટલ્‍સમાં ડોકટરો સાથે તેમની જીતની ઉજવણી કરી. શેલ્‍બીની કેન્‍સર નિષ્‍ણાતોની ટીમ આ અનોખી ઘટનામાં ભાગ બની હતી.

આ ટીમમાં ડો.ભાવેશ પારેખ, હેડ, શેલ્‍બી કેન્‍સર એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ, ડો.અભિષેક જૈન, સિનિયર થોરાસિક કેન્‍સર સર્જન, ડો.ધર્મેશ પંચાલ,  સિનિયર કેન્‍સર સર્જન, ડો.નિશાંત સંઘવી, કેન્‍સર સર્જન, ડો.અંકિત ઠકકર, રેડિયેશન ઓન્‍કોલોજિસ્‍ટ અને ડો.હિરક વ્‍યાસ, રેડિયેશન ઓન્‍કોલોજિસ્‍ટ સામેલ હતા. એકઠા થયેલા કેટલાક કેન્‍સર વિજેતાઓ પાસે કેન્‍સર સામેની તેમની જીતની કેટલીક અનોખી સફળતાની વાતો હતી. આવા એક દર્દી ૬૯ વર્ષના છે જેમણે બે વાર કેન્‍સરને હરાવ્‍યો છે. તેમની સારવાર શેલ્‍બી હોસ્‍પિટલ્‍સના સિનિયર મેડિકલ ઓન્‍કોલોજિસ્‍ટ ડો.ભાવેશ પારેખ દ્વારા કરવામાં આવી હતી.(

(5:07 pm IST)