દોહા એરપોર્ટ પરથી બનાવતી પાસપોર્ટ સાથે અમદાવાદનો પરિવાર પકડાયો
પાસપોર્ટ બનાવી આપનારા મહેસાણાના શૈલેષ પટેલ સામે પણ ફરિયાદ :દોહાથી કેનેડા જતા પરિવારને ડિપોર્ટ કરાયા
અમદાવાદ :વિદેશ જવાના મોહમાં ઘણા લોકો બનાવતી પાસપોર્ટના આધારે છેતરાઈ રહ્યાં છે એજન્ટો પાસેથી પાસપોર્ટ બનાવી વિદેશ જવાનો ક્રેઝ હોય છે.ત્યારે કેટલાક લોકો એવા હોય છે જે નકલી પાસપોર્ટ, નકલી દસ્તાવેજો અને માહિતીમાં ગફલત કરીને વિદેશ જવા તૈયાર થાય છે. કોઈ પણ ભોગે તેઓ વિદેશ જવા માગે છે. ત્યારે અમદાવાદનો એક પરિવાર દોહા એરપોર્ટ પર પકડાયો છે.
બનાવટી પાસપોર્ટ વિઝા ઉપર વિદેશ જતા એક પરિવાર દોહા એરપોર્ટ પર પકડાયો છે. માતા, પિતા અને પુત્ર અમદાવાદથી દોહા અને દોહાથી કેનેડા જવાના હતા. પરંતુ દોહા એરપોર્ટ પર ઈમિગ્રેશન ઓફિસર્સને તેમના પર શંકા જતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ખૂલ્યુ હતું કે, તેઓ બનાવટી પાસપોર્ટના આધારે કેનેડા જવાા હતા. આખરે તેમને ડીપોર્ટ કરવામા આવ્
આ પરિવારે મહેસાણાના મહેસાણાના શૈલેષ પટેલ નામના શખ્સ પાસેથી બનાવટી પાસપોર્ટ બનાવ્યો હતો. શૈલેષ પટેલે પાસપોર્ટ બનાવી આપ્યો હોવાથી તેની સામે પણ ફરિયાદ નોંધાઈ છે.