ગુજરાત
News of Tuesday, 6th February 2018

અમદાવાદ શહેરમાં વરસાદના વાતાવરણ વચ્ચે અમીછાંટણા

વાદળછાયુ વાતાવરણ વચ્ચે તાપમાનમાં વધારો : લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય : ગુજરાતના વિવિધ ભાગોમાં હળવા વરસાદી છાંટા પડવાની આગાહી

અમદાવાદ,તા. ૬ : અમદાવાદ શહેરમાં આજે અનેક ભાગોમાં અમીછાંટણા થયા હતા. પંજાબ અને આસપાસના વિસ્તારો ઉપર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ સર્જાયા બાદ આ સ્થિતિ આગળ વધતા તેની અસર ગુજરાતના વિવિધ ભાગોમાં દેખાઈ હતી. અમદાવાદ શહેરમાં આજે ઘણા વિસ્તારમાં અમીછાંટણા થયા હતા. લઘુત્તમ તાપમાનમાં વરસાદી માહોલ વચ્ચે વધારો થયો હતો. જો કે, આગામી ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ વધારે ફેરફાર થનાર નથી. ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર અને અન્ય ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. આજે સવારે પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ વરસાદી છાટ્યા પણ પડ્યા હતા. છેલ્લા બે દિવસથી આ પ્રકારની સ્થિતી સર્જાયેલી છે. આજે દિવસ દરમિયાન આવુ જ વાદળછાયુ વાતાવરણ રહે તેવી શક્યતા છે. પંજાબ અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટરબર્ન્સની સ્થિતીના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતી સર્જાયેલી છે. જે હવે ગુજરાત પર કેન્દ્રિત છે. આ પ્રકારની સ્થિતીના કારણે વરસાદી છાટા પડવાની આગાહી પણ કરવામાં આવી છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી છાંટા પડી શકે છે . બીજી બાજુ ગુજરાત માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે છે. વાદળછાયુ વાતાવરણ વચ્ચે આજે ફેરફારની સ્થિતિ જોવા મળી હતી. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના  નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોને હવે પહેલાની સરખામણીમાં ઠંડીથી રાહત થઇ છે પરંતુ હજુ પણ પારો ખુબ નીચે પહોંચેલો છે. અમદાવાદમાં હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આ પ્રકારના વાતાવરણની સીધી અસર બાળકો અને મોટી વયના લોકો પર થાય છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૮.૧ અને મહત્તમ તાપમાન ૨૭.૧ ડિગ્રી રહ્યું હતું જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૧૭.૪ અને નલિયામાં ૧૬ ડિગ્રી નોંધાયું હતું. મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે.

ક્યા કેટલું તાપમાન.....

        અમદાવાદ,તા. ૬ : અમદાવાદ સહિત રાજ્યભરમાં મિશ્ર વાતાવરણની સ્થિતિ વચ્ચે આજે લઘુતમ તાપમાનમાં ફરી એકવાર ઘટાડો થયો હતો.રાજ્યમાં કયાં કેટલુ લઘુતમ તાપમાન રહ્યુ તે નીચે મુજબ છે.

સ્થળ........................................ તાપમાન (લઘુત્તમ)

અમદાવાદ.................................................... ૧૮.૧

ડિસા............................................................. ૧૭.૪

ગાંધીનગર....................................................... ૧૮

વીવીનગર.................................................... ૧૮.૫

વડોદરા........................................................ ૧૭.૪

સુરત............................................................ ૧૯.૨

વલસાડ........................................................ ૧૩.૬

અમરેલી....................................................... ૧૯.૬

ભાવનગર..................................................... ૧૯.૪

પોરબંદર...................................................... ૧૮.૪

રાજકોટ........................................................ ૧૮.૫

સુરેન્દ્રનગર................................................... ૧૮.૮

ભુજ................................................................. ૧૫

નલિયા............................................................. ૧૬

કંડલા એરપોર્ટ.............................................. ૧૬.૫

મહુવા........................................................... ૧૮.૫

(8:04 pm IST)