ગુજરાત
News of Tuesday, 6th February 2018

ભીલોડના મોટાકંથારિયામાં 3 મહિલાઓ સહીત આંઠ શખ્સોએ કરિયાણાની દુકાન પર હુમલો કરતા સમગ્ર પંથકમાં તંગદિલી

ભિલોડા: તાલુકાના મોટાકંથારીયા ગામે ૩ મહિલાઓ સહિત આઠ શખ્શો એ ગામની જ કરીયાણાની દુકાન ઉપર હુમલો કરી લોખંડની કાંસ,૫ાવડા,ત્રિકમ અને ગેણ સહિતના હથીયારો વડે દુકાનનું બાંધકામ તોડી પાડી દુકાનદાર ને મારમારી રૃપિયા ૭૬હજારની કિંમતની માલ મત્તાની લૂંટ મચાવતાં જ પંથકમાં ચકચાર મચી હતી. દુકાન તોડી પાડવા સહિત ના આ લૂંટના ગુનાથી પંથકમાં તંંગદીલી છવાઈ હતી.જયારે શામળાજી પોલીસે આઠ આરોપીઓ વિરૃધ્ધ લૂંટ,રાયોટીંગ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોટાકંથારીયા ગામે ઉષાબેન રમેશભાઈ પટેલ ની કરીયાણાની દુકાન આવેલ છે.વર્ષોથી વેપાર કરતા આ મહિલા વેપારીની દુકાને ગત રવિવારના રોજ ગામની ત્રણ મહિલાઓ સહિત આઠ જણાનું ટોળુ હાથમાં લોખંડની કોસ,પાવડો,ત્રિકમ અને ગેણ જેવા પાણઘાતક હથીયારો લઈ ધસી આવ્યું હતું.દુકાન સહિત બાંધકામ આ હથીયોરા વડે તોડી પાડી અંદર ઘૂસી આવેલા આ ઈસમોએ દુકાનમાંથી દોઢ તોલાની સોનાની ચેન,સોનાની બુટ્ટી નંગ-૨,ચાંદીના છળા નંગ-૨,ચાંદીના કડલા નંગ-૨ સહિત રૃપિયા ૨૫ હજારની કીંમતનું કરીયાણું અને ૧૪૮૦૦ રૃપિયા રોકડાની લૂંટ મચાવી હતી. એકાએક હુુમલો કરનાર આ ટોળકીની વીણાબેન ભગોરા નામની મહિલાએ વેપારી ઉષાબેન પટેલ ને માર મારી ગોળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જયારે વહેલી સવારે કરાયેલ આ હુમલા દરમ્યાન આસપાસના લોકો દોડી આવતાં આરોપીઓ ભાગી છુટયા હતા.દુકાનનું બાંધકામ તોડી પાડી કરીયાણા સહિત સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ મચાવી તરખાટ મચાવનાર મોટાકંથારીયા ગામના અમૃતભાઈ જીવાભાઈ ભગોરા, વીણાબેન અમૃતભાઈ ભગોરા,વિપુલભાઈ અમૃતભાઈ ભગોરા,રાહુલભાઈ અમૃતભાઈ ભગોરા,ભાવેશભાઈ અમૃતભાઈ ભગોરા, અળખીબેન બાબુભાઈ ભગોરા,રેખાબેન વિપુલભઈ ભગોરા અને કનુભાઈ સોમાભાઈ ભગોરા વિરૃધ્ધ શામળાજી પોલીસે લૂંટ અને રાયોટીંગ સહિત ઈપીકો કલમ ૪૨૭ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.સમગ્ર પંથકમાં ચકચારી આ લૂંટના ઈરાદે કરાયેલા હુમલાથી તંગદીલી છવાઈ હતી.
 

(6:37 pm IST)