ગુજરાત
News of Tuesday, 6th February 2018

વડોદરાના આવાસ યોજનામાં કથિત કૌભાંડ મામલે કમિશનર વિનોદ રાવને ક્લિનચીટ

પ્રધાનમંત્રી આવાસ યોજના કૌભાંડમાં તપાસ સમિતિને રાજ્ય સરકારને રિપોર્ટ સોંપી દીધો

વડોદરાઃ વડોદરાના પ્રધાનમંત્રી આવાસ યોજનામા  2000 કરોડના કથિત કૌભાંડની તપાસ પૂરી થઈ છે જેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર ડો. વિનોદ રાવને ક્લીનચીટ આપી દેવાઈ છે કથિત કૌભાંડ મામલે નિમાયેલ તપાસ કમિટીએ રાજ્ય સરકારને રિપોર્ટ સોંપી દીધો છે.

   વડોદરાની આવાસ યોજનામાં 2000 કરોડના કથિત કૌભાંડના આરોપ બાદ રાજ્ય સરકારે તપાસ માટે પૂનમચંદ પરમારને કામગીરી સોંપવામાં આવી હતી. તેમણે તપાસ બાદ વિનોદ રાયને ક્લીનચીટ આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, આવાસ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર પર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા.

(9:37 am IST)