ગુજરાત
News of Friday, 5th March 2021

સુરતની શાળાઓમાં કોરોનાનો કહેર : રાંદેર ઝોનમાં આચાર્ય પોઝીટીવ: લીંબાયતમાં 2 બાળકો સંક્રમિત

મનપા દ્વારા 54 જેટલી શાળાઓમાં ટેસ્ટિંગ: 3294 વિદ્યાર્થી સાથે શાળાના કર્મચારીઓનું ટેસ્ટિંગ કરાયું

સુરત : એકતરફ કોરોના રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. બીજીતરફ સુરતની  શાળાઓમાં કોરોનાનો કહેર વધ્યો છે. સુરતની  શાળામાં ટેસ્ટિંગમાં વધારો થયો છે. સુરત મહાનગર પાલિકા દ્વારા 54 જેટલી શાળાઓમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 3294 વિદ્યાર્થી સાથે શાળાના કર્મચારીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ ટેસ્ટિંગમાં રાંદેર ઝોનમાં 1 આચાર્ય પોઝિટિવ આવ્યા છે. લીંબાયત ઝોનમાં 2 બાળકો પોઝિટિવ આવ્યા છે.

(12:17 pm IST)