રાજપીપળા નજીક મોટા લિમટવાડા પાસેના પુલ પરથી રેતી ભરેલી હાઇવા ટ્રક નીચે ખાબકતા ચાલકનું મોત
(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લામાં સુરતથી રેતી ભરવા આવતી જતી તોતિંગ હાઈવા ટ્રકો મોટી સંખ્યમાં દોડતી હોય અવાર નવાર અકસ્માત થાય છે ત્યારે રવિવારે સવારે હાઈવા ટ્રકના ચાલક બિપેન્દ્રસિંહ સત્યેન્દ્રસિંહ રાજપૂત( ઉ.વ. ૩૫)(રહે.વલસાડ) સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા રાજપીપળા નજીકના મોટા લીમટવાડા પાસેના કરજણ પુલ પરથી ટ્રક નં.GJ.15. YY.3616 પૂલની નીચે ખાબકતા ટ્રકને મોટું નુકશાન થયું હતું જ્યારે ટ્રક નાં ચાલક બિપેન્દ્રસિહને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છેકે સુરતથી બોડેલી રેતી ભરવા આવતી જતી હાઈવા તોતિંગ ટ્રકો વાયા રાજપીપળા થઈ ને જતી હોવાથી અગાઉ aa ટ્રકો દ્વારા અનેક અકસ્માતો થયા હતા જેમાં કેટલાકે જીવ ગુમાવ્યા હતા જ્યારે કેટલાકને ઈજાઓ થવા પામી હતી આમ બેફામ જતા આ ટ્રકો ઉપર લગામ લાગે તે જરૂરી છે. રાજપીપળા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે