ગુજરાત
News of Sunday, 4th December 2022

ગુજરાતમાં ફુલ ગુલાબીનું સ્થાન લીધું હાડ ધ્રૂજાવતી ઠંડીએ: વાદળછાયા વાતાવરણ સાથે બદલાયો મોસમનો મિજાજ

કેટલાક જિલ્લામાં તો રાત્રિનું તાપમાન 13 ડિગ્રી જેટલું નીચું જઈ રહ્યુ છે

અમદાવાદ: રાજ્યમાં ડિસેમ્બરમાં શિયાળો જમાવટ કરી રહ્યો છે. હવે ધીરે ધીરે ફુલ ગુલાબીનું ઠંડીનું સ્થાન હાડ ધ્રૂજાવતી ઠંડી લઈ રહી છે. ત્યારે બે દિવસથી ઠંડીની સાથે વાદળછાયા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન પણ હૂંફાળું વાતાવરણ અનુભવાય છે. ત્યારે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પણ દિવસ અને રાત્રિનું તાપમાન નીચું જઈ રહ્યું છે.

ગુજરાતના કેટલાક જિલ્લામાં તો રાત્રિનું તાપમાન 13 ડિગ્રી જેટલું નીચું જઈ રહ્યું છે. હવે દિવસ દરમિયાન પણ ઉનના વસ્ત્રો પહેરવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે.

 

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે ત્યારે મોડી સાંજથી ઠંડીનો અનુભવ થશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 19 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે.

 

(10:50 pm IST)