ગુજરાત
News of Saturday, 4th February 2023

અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ:બોપલના એક કાફેમાં બે રાઉન્ડ ફાયરીંગ:પોલીસે મુખ્ય આરોપી સહિત 5ને ઝડપ્યા

બાપનો બગીચો કાફેમાં 10 લોકોએ હુમલો કરી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું:કાફેમાં તોડફોડ બાદ આગ લગાડી: પોલીસે મુખ્ય આરોપી વિશ્વનાથ રઘુવંશી સહિત 5ની ધરપકડ કરી

અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યાં છે. પોલીસની કાર્યવાહીનો આવા તત્વોને કોઈ ડર રહ્યો નથી. શહેરના બોપલમાં આજે સવારે બાપનો બગીચો કાફેમાં 10 લોકોએ હુમલો કરી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. કાફેમાં તોડફોડ બાદ આગ લગાડી હતી. આ ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી વિશ્વનાથ રઘુવંશી સહિત 5ની ધરપકડ કરી લીધી છે. તે ઉપરાંત બોપલ પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી છે.  

 કાફેમાં 10 તત્વોએ હુમલો કરીને ફાયરિંગ કર્યું અને તોડફોડ ઉપરાંત આગ લગાડી હતી. આ ઘટનામાં પોલીસને જાણકારી મળતા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરતા મુખ્ય આરોપી વિશ્વનાથ રઘુવંશી સહિતના 5 શખ્સોની ધરપકડ કરી લીધી છે. આ મામલે સામ સામી ક્રોસ ફરિયાદ કરવામાં આવી છે. બોપલ પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાત્રીના સમયે મોડે લગભગ બે અઢી વગ્યાના અરસામાં ચારેક યુવાનો અહીં નાસ્તો કરવા માટે આવ્યા હતા. જોકે તેઓ નશાની હાલતમાં હોય તેવી શંકાને આધારે તેમને કાફેમાં આવતા રોકવામાં આવ્યા હતા. જેના કારણે સ્ટાફ સાથે માથાકુટ થઈ હતી. થોડા કલાકો બાદ વહેલી સવારે બે કારમાં અંદાજે દસેક લોકો અહીં આવી પહોંચ્યા અને ફાયરિંગ કરીને તોડફોડ કરી અને આગ લગાવી તોફાન મચાવ્યું હતું. પોલીસને અહીંથી ખાલી કાર્ટિઝ પણ મળી આવી છે. પોલીસે વિશ્વનાથ રઘુવંશી સહિતના 5 શખ્સોને રાઉન્ડઅપ કરી લીધા છે.

(10:19 am IST)