અમદાવાદનાં એસજી હાઇવે ઉપર મોંઘીદાટ ઓટોમેટિક કારે કાબુ ગુમાવ્યોઃ ૩ ગંભીરઃ કાર ચાલક ફરાર
અમદાવાદ તા. ૪ :.. અમદાવાદના એસજી હાઇવે પર કર્ણાવતી કલબ પાસે પુરપાટ ઝડપે આવી રહેલી દીવ દમણ પાસીંગની કેમરીઝ ગાડીએ કાબુ ગુમાવતાં અકસ્માત સજર્યો હતો. કર્ણાવતી કલબથી રોંગ સાઇડમાં આવી રહેલી આ કારે ત્રણ બાઇકને હડફેટે લીધા હતા અને ડીવાઇડર ઉપર ચડી જતા ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. હાલ ત્રણેય લોકોની હાલત ગંભીર છે. જો કે આ ઘટના બાદ અકસ્માત સર્જનાર ગાડીનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.
ત્રણ ઇજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર છે. નોકરીએ જવા દરમિયાન નડયો અકસ્માત આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તોમાં નરોડામાં રહેતા હર્ષિલ અને ધ્રુવ ક્રોપ ટાઇગર કંપનીમાં નોકરી કરે છે. ડ્રાઇવર હાઇ પ્રોફાઇલ હોવાનું પોલીસનું માનવું અકસ્માત સર્જનાર કેમરીઝ ગાડી ફુલ્લી ઓટોમેટીક છે, જયારે ડ્રાઇવર સીટ પાસેથી નશો કરવા વપરાતી સિગારેટ પણ મળી આવી હતી. જે જોતાં ગાડીનો ડ્રાઇવર હાઇપ્રોફાઇલ હોવાનું પણ પોલીસ માની રહી છે. હાલ પોલીસે કારની વધુ તપાસ હાથ ધરી ડ્રાઇવરની શોધખોળ શરૂ કરી છે.