ગુજરાત
News of Tuesday, 2nd March 2021

અમદાવાદમાં રસીકરણના ત્રીજા રાઉન્ડમાં 7136 લોકોને રસી અપાઈ

3572 પુરુષ અને 3614 મહિલાઓને રસીકરણ: 45 વર્ષથી વધુ ઉંમરના અને કોઈ કો મોરબિટી ધરાવતા 266 લોકોને પણ રસી અપાઈ

દેશભરમાં કોરોના વેકેશનનો ત્રીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે 1 માર્ચથી સિનિયર સિટીઝનને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં શહેરમાં 1 માર્ચથી કુલ 135 સેસન સાઇટ પર કોરોના વોરિયર જેમાં હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર તેમજ સિનિયર સિટીઝનને રસી આપવામાં આવી રહી છે. જેમાં 2 માર્ચના રોજ 7136 લાભાર્થીને રસી આપવામાં આવી હતી. જેમાં 3572 પુરુષ અને 3614 મહિલાઓને રસી આપવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે માર્ચના રોજ 1049ની રસી આપવામાં આવી હતી. જેમાંથી 464 પુરુષ તેમજ 625 મહિલા ફ્રન્ટલાઈન વર્કરને વેક્સિન આપવામાં આવી હતી. આ ઉપરાંત 2195 હેલ્થ વર્કરને રસી આપવામાં આવી હતી. જેમાં 965 પુરુષ હેલ્થ કેર વર્કર તેમજ 1230 મહિલા હેલ્થ કેર વર્કરને રસી આપવામાં આવી હતી.

આ ઉપરાંત 45 વર્ષથી વધુ ઉંમરના અને કોઈ કો મોરબિટી ધરાવતા 266 લોકોને રસી આપવામાં આવી હતી જેમાંથી 129 પુરુષ તેમજ 137 મહિલા લાભાર્થીઓને રસી આપવામાં આવી હતી. આ ઉપરાંત 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન કેટેગરીમાં આવતા 3636 લાભાર્થીને રસી આપવામાં આવી હતી.જેમાં 2014 પુરુષ તેમજ 1622 મહિલાઓને રસી આપવામાં આવી છે.

(12:25 am IST)