કામરેજના આંબોલી હાઇવે પર ટેન્કરની ટક્કરે બાઈક ચાલકનું ઘટનાસ્થળેજ મોત
કામરેજ: તાલુકાના આંબોલી ગામની સીમમાં ને.હા.નં. ૪૮ પર બાઈક પર જતા યુવાનને ટેન્કર ચાલકે ટક્કર મારી પાછળના વ્હીલે અડફટે લેતાં બાઈક ચાલકનાં માથા પરથી વ્હીલ ફરી જતા સ્થળ પર મોત નીપજ્યું હતું.
કરજણ ગામે રહેતા રાકેશ ધીરૃભાઈ રાઠોડ (ઉ.વ.૩૦) લસકાણા ગામે સ્વામીનારાયણ સ્કુલમાં ડ્રાઈવર તરીકે સ્કુલ બસમાં નોકરી કરતો હતો. રાકેશ રાઠોડ પોતાની સીબીઝેડ બાઈક (નં.-જીજે-૫-૨૨૮૮) નોકરી પર અપડાઉન કરતો હતો. ગતરોજ સાંજે સાડા સાત વાગે રાકેશ રાઠોડ નોકરી પરથી બાઈક લઈ ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન ને.હા.નં.-૪૮ પર આંબોલી ગામની સીમમાં પુલની આગળ પુરઝડપે જતી ટેન્કર (નં.-જીજે-૬-વીવી-૬૭૨૧) ના ચાલકે રાકેશ રાઠોડની પાછળથી ટક્કર મારતા રોડ પર પટકાયેલા રાકેશ રાઠોડના માથા પરથી ટેન્કરનું વ્હીલ ફરી જતા સ્થળ પર કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે કામરેજ પોલીસે ટેન્કર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.