News of Saturday, 3rd February 2018
નર્મદાના ખામર ગામ પાસે ગંભીર અકસ્માતઃ રાજપીપળાના ૪ યુવકોના મોત
અમદાવાદ : નર્મદા પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં રાજપીપળાના ૪ યુવકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.
નર્મદાના ખામર ગામે પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ૪ લોકોના મોત નિપજયા છે. ચારય મૃતક યુવકો રાજપીપળાના રહેવાસી છે જેને લઇને અહીં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ યુવાનો ડેડિયા પાડામાં કામ અર્થે ગયા હતા જે દરમિયાન આ ઘટના બની હતી અને અકસ્માત એટલો ભયંકર હતો કે કારના કુરચેકુરચા ઉડી ગયા. જો કે પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
(5:11 pm IST)