ગુજરાત
News of Saturday, 3rd February 2018

જીનેટીક મ્યુટેશન્સનું જ્ઞાન હોય તો કેન્સરનાં જોખમોની ઓળખ મળી જાય

ડો.અમિત જેટાની એમડી, ડીએમ(ઓન્કોલોજી) જણાવે છે કે સ્તન કેન્સર હવે ભારતનાં મોટા ભાગનાં શહેરોમાં સૌથી સામાન્ય બની ગયો છે. ઘણાં બધાં અંગત અને પર્યાવરણીય પરિબળો, જેમ કે, લિંગ, ઉંમર, વંશીય પાર્શ્વભૂ, પરિવારનો કેન્સરનો ઈતિહાસ, હોર્મોનનાં પરિબળો અને પ્રજનન પરિબળો સ્તન કેન્સર વિકસાવવામાં સ્ત્રીના જોખમમા યોગદાન આપે છે.

કેટલાંક પરિવારોમાં  પેઢી દર પેઢી સ્તન કેન્સર સાથે ઘણા સભ્યો જોવામાં આવે છે. આવા કેન્સરને વારસાગત કેન્સર તરીકે ઓળખવામાં આવે છે અને વારસાગત જીનના મ્યુટેશન્સ સાથે તે સંકળાયેલા હોવાનું કહેવાય છે.

જીન્સ, કોશિકાઓની કામગીરી કઈ રીતે કરવી અને તેને વધારવા માટેની મહત્ત્વપૂર્ણ માહિતીના વાહક હોય છે. જીન્સના માળખામાં ફેરફારને મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. આમાંથી અમુક મ્યુટેશન્સ એકથી અન્ય પેઢીમાં પસાર થાય છે, જેને વારસાગત જીન મ્યુટેશન્સ તરીકે ઓળખવામાં આવે છે.

કેન્સર ઘણા બધા પરિબળો ના કારણે થાય છે. જેમાં પ્રતિકૂળ પર્યાવરણ અને જીવનશૈલીનો સમાવેશ થાય છે. અમુક કેન્સરો જિનેટિક હોય છે કારણકે તે વિવિધ જનીનોમાં પરિવર્તનોને કારણે થાય છે. જો કે તમામ કેન્સર વંશપરંપરાગત હોતા નથી. એટલે કે વારસાગત જીન પરિવર્તનો દ્વારા જ થાય છે.

સ્તન કેન્સરને દાખલો માનીએ તો દુનિયાભરમાં સ્ત્રીઓમાં કેન્સરના સૌથી સામાન્ય પ્રકારમાંથી તે એક છે. સ્તન કેન્સરમાં ઘણા બધા પ્રકારના જીન્સ સંકળાયેલા હોય છે અને તે અનુસાર વિવિધ સામાન્ય મ્યુટેશન પ્રકારો માટે અમુક પ્રકાર ના લક્ષણો ની વ્યાખ્યા કરાય છે.

સામાન્ય રીતે વારસાગત સ્તન કેન્સર લક્ષણો સાથેના વ્યકિતને સ્તન કેન્સર ઉપરાંત ઘણા બધા કેન્સર સાથે અસર થવાનું વધુ જોખમ હોય છે. ઉપરાંત આ પરિવારમાં બિનઅસરગ્રસ્ત સભ્યો તેમના જીન્સમાં મ્યુટેશન્સ પસાર  કરી શકે છે,  જે અન્ય કેન્સર વિકસવાનું તેમનું જોખમ વધારી શકે છે. આ પરિવારના અસરગ્રસ્ત સભ્યોએ જીવનભર પરીક્ષણ કરાવતા રહેવું જોઈએ અને પ્રતિબંધાત્મક માવજત વિકલ્પો આપવાની જરૂર છે.

કેન્સર મલ્ટિ ફેકટરલ બિમારી છે, તેથી દરેક કેન્સર માટે ચોક્કસ કારણનું નિર્દેશન કરવું અને પર્યાવરણને નિયંત્રિત કરવું  મુશ્કેલ છે. આરોગ્યવર્ધક પર્યાવરણ, આહાર અને જીવનશૈલી નિશ્યિત જ કોઈ પણ રોગ પ્રત્યે પ્રતિરોધકતા સુધારી શકે છે. જોકે કેન્સરમાં વહેલી ઓળખ મહત્ત્વનું પરિબળ છે, કારણ કે વહેલી ઓળખથી તેની સમયસર માવજત અને ઉપચાર કરવામાં મદદ મળે છે.

જીનેટિક મ્યુટેશનનું જ્ઞાન આપણને કેન્સરનાં જોખમોની ઓળખ વહેલી આપી શકે છે. કેન્સરના સેંકડો પ્રકાર છે અને દરેક કેન્સર સાથે વિવિધ પ્રકારના જીન્સ સંકળાયેલા હોય છે. આથી દરેક વ્યકિત માટે અચૂક જીનેટિક ટેસ્ટની પસંદગી અન્ય પરિબળોમાં તેમના અંગત અને પરિવારના ઈતિહાસને આધારે હોય છે.

સેંકડો જીનેટિક ટેસ્ટ્સ અમુક કેન્સર વિકસવાનાં જોખમોમાં વધારો કરતા જીન મ્યુટેશન્સને ઓળખે તે રીતે તૈયાર કરાયા છે. નકારાત્મક પરીક્ષણ પરિણામો રાહત આપે છે અને વ્યકિત કે પરિવારના સભ્યોની બેચેની ઓછી કરી શકે છે. હકારાત્મક પરીક્ષણનાં પરિણામો પણ બેતરફી લાભદાયી સ્થિતિ છે. તે ઉપાય અને મોજૂદ રોગ માવજત, વહેલું રોગ નિદાન અને વધુ લક્ષ્યાંકના સર્વેક્ષણમાં મદદરૂપ થઈ શકે છે. તે વ્યકિતના વર્તનમાં બદલાવ લાવવા પ્રોત્સાહન આપીને અસરકારક નિવારણ વ્યૂહરચના તરીકે પણ કામ કરે છે, જેથી કેન્સર લાગુ થવાની શકયતા ઓછી થાય છે.

ડો.અમિત જેટાની

એમ.ડી., ડી.એમ.(ઓન્કોલોજી), અમદાવાદ

(4:10 pm IST)