ગુજરાત
News of Thursday, 2nd December 2021

કુંવરપરા ગામમાં આર.ટી.આઈ માહિતી માંગવા બાબતે થયેલી માથાકૂટમાં મારી નાંખવાની ધમકી અપાતા ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના કુંવરપુરા ગામમાં આર.ટી.આઈ માહિતી માંગવા બાબતે માથાકૂટ થતા માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ગુનો દાખલ થયો છે.

 પ્રાપ્ત માહિતી મુજબ વંદનભાઇ ભાનુભાઇ વસાવા( રહે.કુંવરપરા,તાલુકો નાંદોદ જીલ્લો નર્મદા )એ આપેલી ફરીયાદ અનુસાર તેઓ તારીખ ૩૦ નવેમ્બરે સવારે ૦૭:૦૦ વાગ્યાના સુમારે પોતાના ધરેથી તેના ખેતરે તેની માતા રહેતી હોય ત્યા દુધ લેવા માટે જતો હતો તે વખતે આરોપી નિરંજન નગીનભાઇ વસાવા રહે.કુંવરપરા, તાલુકો નાંદોદએ તેને રોકી કહ્યુ કે , તે કેમ તલાટી પાસે આર.ટી.આઇ.થી માહીતી માંગેલ છે તેમ કહી મા-બેન સમાણી ગાળો આપી તેના હાથમાની કુહાડીના હાથા વડે  કમરના ભાગે સપાટો મારી આરોપી મુકેશ બાપા નાએ ફરીયાદી વંદન વસાવાને ગાળો આપી ઢીકા-પાટુનો માર મારી તથા આરોપી રાજુ બાપા નાએ ફરીયાદીને તેના હાથમાના ક્રીકેટના સ્ટંપ વડે બે-ત્રણ સપાટા મારી ઇજાઓ પહોચાડી એક-બીજાને મદદગારી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
જ્યારે બીજી બાજુ કુંવરપરા ગામે આજ તારીખે આજ સમયે સામે પક્ષે મુકેશભાઇ રમણભાઇ વસાવા રહે. કુંવરપરા ની ફરીયાદ મુજબ તેઓ યુનિટી હોટલ પાછળ થઈ ઘોડી લઇ ખેતરે ચરાવવા જતો હતો તે વખતે વંદન ભાનુભાઇ વસાવા પોતાની એક્ટીવા મો.સા. લઈને મુકેશભાઈની નજીકથી મો.સા.જવા દેતા તેમણ કહેલ કે ગાડી જોઇને ચલાવ તેમ કહેતા વંદન વસાવા એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી રોડ પર પડેલ લાકડાનો એક સપાટો મુકેશભાઈને મારી દેતા ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોય રાજપીપળા પોલીસે આ બંને ફરિયાદના આધારે બે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:51 pm IST)