ગુજરાત
News of Saturday, 2nd July 2022

બોરસદના સિસ્વા ગામમાંથી 300 પરિવાર અસરગ્રસ્ત :પટેલ વાડી સમાજની વાડી અને હાઈસ્કુલમાં ખસેડાયા

તંત્ર દ્વારા જમવા અને ફૂડ પેકેટની વ્યવસ્થા: બચાવ કામગીરી માટે NDRFની ટીમોની મદદ લેવાઈ : લોકોની મદદ માટે NDRF ની ટીમ સિસ્વા ગામે સ્ટેન્ડ બાય

 

બોરસદના સિસ્વા ગામમાંથી 300 જેટલા પરિવાર પ્રભાવિત થયા છે. આ તમામ લોકોને પટેલ વાડી સમાજની વાડી અને હાઈસ્કુલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તંત્ર દ્વારા જમવા અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરી આપી હતી. કેટલાક સ્થળોએ બચાવ કામગીરી માટે NDRFની ટીમોની મદદ લેવી પડી હતી. લોકોની મદદ માટે NDRF ની ટીમ સિસ્વા ગામે સ્ટેન્ડ બાય રહેશે .

(12:48 am IST)