ગુજરાત
News of Saturday, 2nd July 2022

નાંદોદ તાલુકાના નાવરા ગામે મહિલાની માલિકીની જમીન ગેરકાયદેસર પચાવી પાડતાં ત્રણ સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રાપ્ત માહિતી મુજબ ફરીયાદ આપનાર શારદાબેન નગીનભાઈ પટેલની ફરિયાદ મુજબ તેમણે બેચરભાઈ ભાઈલાલભાઈ પટેલ રહે. નાવરા તા.નાંદોદ જી.નર્મદા નાઓની પાસેથી સને ૧૯૮૯માં એક લાખ રૂપિયામાં જમીન વેચાતી લીધેલ જે તેમની સ્વતંત્ર માલિકીની જમીન તેમજ વડીલો પાર્જીત જમીન માં તેમને બેચરભાઇ ભાયલાલભાઇ પટેલ(૨)ભાવેશભાઇ બેચરભાઇ પટેલ (૩) જીગ્નેશભાઇ બેચરભાઇ પટેલ રહે નાવરા નાઓએ આ જમીન અમારી છે તેમ કહી ધાક ધમકીઓ આપી શારદાબેન એ પોતાની જમીન પાછી માંગવા જતા આ ત્રણેય એ તેમને જમીનમાં પગ મુકતા નહીં નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી તેમની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી પાછી નહીં આપી ગેરકાયદેસર રીતે કબ્જો જમાવતા આમલેથા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગેબિંગ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(11:07 pm IST)