ગુજરાત
News of Saturday, 2nd July 2022

પાલનપુર દોઢ ઈંચ વરસાદ ખાબકતા જળબંબોળ :નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા

વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ નગરપાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ: સુખબાગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં લોકોને હાલાકી

બનાસકાંઠાનું  મુખ્ય મથક પાલનપુર ફક્ત દોઢ ઈંચ વરસાદમાં જ પાણી પાણી થઈ ગયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદ શાંત થયાને કલાકો થવા છતાં હજુ પણ પાણી ભરાયેલા છે. શહેરના સુખબાગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ નગરપાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ છે. પાલનપુરમાં જાણે પ્રિમોન્સૂન કામગીરી થઈ જ ન હોય તેવા દ્રશ્યો જવા મળ્યા છે.લોકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં પાલિકા તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. લોકોએ પાલિકાના સત્તાધીશો પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો.હતો

(10:09 pm IST)