ગુજરાત
News of Saturday, 2nd July 2022

અમદાવાદમાં કવરાવતો અને રાજ્યમાં વિસ્તરતો કોરોના :છેલ્લા 24 કલાકમાં 580 નવા કેસ નોંધાયા:વધુ 391 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :કુલ મૃત્યુઆંક 10,947: કુલ 12,18.817 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 39/438 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 3478 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 580 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 391 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.18.817 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.947 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.83 ટકા જેટલો છે.

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 39.438 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11,15.20.334 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 3478 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 3 દર્દી વેન્ટિલેટર પર છે,અને 3475 દર્દીઓ સ્ટેબલ છે .

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 580 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 229 કેસ, સુરત કોર્પોરેશન 87 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 33 કેસ,મહેસાણામાં 29 કેસ,વલસાડમાં 23 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 20 કેસ,કચ્છ, નવસારી અને સુરતમાં 19-19 કેસ, ભાવનગર કોર્પોરેશન,ગાંધીનગર અને જામનગર કોર્પોરેશનમાં 11- 11 કેસ,પાટણમાં 8 કેસ, અમદાવાદ, મોરબી, અને રાજકોટ કોર્પોરેશનમાં 7-7 કેસ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં 6-6 કેસ, આણંદ , ખેડા અને સુરેન્દ્રનગરમાં 4-4 કેસ,અમરેલી,ભરૂચ અને વડોદરામાં 3-3 કેસ,અરવલ્લી અને પોરબંદરમાં 2-2 કેસ, ભાવનગર ,ગીર સોમનાથ અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો છે 

(7:52 pm IST)