ગુજરાત
News of Saturday, 2nd July 2022

સુરતમાં 7 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્‍યોઃ નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયા

કાદરશાની નાળ, ઉધના દરવાજા, રેલ્‍વે ગરનાળા તથા ઉધના વિસ્‍તારોમાં પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્‍યો સર્જાયા

સુરતઃ સુરત સહિત આસપાસના વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ પડતા ઘણા સ્‍થળો ટાપુમાં ફેરવાઇ ગયા હતા. 7 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસતા કાદરશાની પોળ, ઉધના દરવાજા, રેલ્‍વે ગરનાળા સહિતના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્‍યો સર્જાયા હતા.

શહેરમાં ધોધમાર વરસાદ મોડી રાત્રે શરૂ થઇ ગયો હતો. રાત્રિ દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. રાત્રીના 7 કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે સવારે ઉઘાડ નીકળતા પાણી ઓસર્યા હતા. સવારથી ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. સવારથી ધોધમાર વરસાદ વરસતા જનજીવન તરબતર થયું છે. રસ્તાઓ પર પાણી ભરાતા સમગ્ર શહેરમાં ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.

સુરતમાં છેલ્લા બે ત્રણ દિવસમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ પડી રહ્યો છે. અચાનક રાત્રિ દરમિયાન વરસાદ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. સુરતમાં સાત કલાકમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. કાદરશાની નાળ, ઉધના દરવાજા, રેલવે ગરનાળા, ઉધનાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાયું હતું. જેના કારણે રસ્તાઓ પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.

અત્રે નોંધનીય છે કે, આગામી બે દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બીજી તરફ જૂન 2021 કરતા જૂન 2022 માં અડધો એટલે કે 6 ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે આજથી જુલાઇ મહિનાની શરૂઆતમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી હતી. ઉકાઇ ડેમમાં સીઝનમાં પહેલીવાર પાણીની આવક શરૂ થઇ છે. રાત્રે 8 કલાકે ડેમમાં 11841 ક્યુસેક આવક હતી. જેની સામે 1050 ક્યુસેક આઉટફ્લો હતો. ઉપરાંત ડેમની સપાટી પણ 315.37 ફૂટ હતી.

(5:43 pm IST)