ગુજરાત
News of Saturday, 2nd July 2022

અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્‍નઃ પુજાવિધી બાદ ભગવાન જગન્‍નાથજીને મંદિરમાં બિરાજમાન કરાયાઃ ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવીના હસ્‍તે આરતી

ભગવાન, ભાઇ અને બહેન નગરચર્યાએ નીકળતા તેમના પત્‍ની રીસાયા હોવાથી મંદિરની બહાર ભાઇ-બહેન સાથે રાતવાસો કરવો પડે

અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા રંગેચંગે શાંતિથી સંપન્ થઇ છે. ભગવાનના ભાઇ બલરામ અને બહેન સુભદ્રા નગરચયર્ફાએ નીકળતા તેમના પત્ની રૂઠયા હોવાથી આખી રાત બહાર રાતવાસો કરીને આજે ભગવાનને નીજ મંદિરમાં ભાઇ-બહેન સાથે ગર્ભગૃહમાં પ્રવેશ અપાયો હતો. હર્ષ સંઘવીએ આરતી કરી હતી. વહેલી સવારથી લોકો મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા હતા.

ઐતિહાસિક જગન્નાથજીની 145મી રથયાત્રા રંગેચંગે અને શાંતિથી સંપન્ન થઈ છે. ત્યારે આખી રાત બહાર રખાયેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને મંદિરમા પ્રવેશ અપાયો હતો. આજે ભગવાનને નિજ મંદિરના ગર્ભગુહમાં પ્રવેશ કરાવાયો હતો. ગર્ભગુહમાં પ્રવેશ કર્યા પહેલા નજર ઉતારવાની વિધિ કરાઈ હતી. તેના બાદ આરતી ઉતારાઈ હતી.

નગરચર્યા કરીને આવેલા ભગવાન જગન્નાથે આખી રાત મંદિરના પ્રાંગણમાં રથમાં રાતવારસો કર્યો હતો. ત્યારે ગર્ભગૃહ પ્રવેશ બાદ આરતી કરવામાં આવી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરમાં આરતી કરી હતી. તો બીજી તરફ, સવારે રથ મંદિરની બહાર હોવાથી અનેક લોકો વહેલી સવારથી મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા હતા.

મંદિર બહાર આખી રાત રાતવાસો

રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો રથ પર આખી રાત મંદિરની બહાર રાતવાસો કરતો હોય છે. પાછળ એક ચોક્કસ કારણ છે. ભગવાન ભાઈ-બહેન સાથે નગરચર્યાએ નીકળતા તેમના પત્ની રૂઠ્યાં હોવાથી ભગવાન જગન્નાથને મંદિરની બહાર તેમના ભાઈ-બહેનની સાથે રાતવાસો કરવો પડે છે. બીજા દિવસે સવારે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં આરતી બાદ ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.

નિજ મંદિરમાં પહોંચતા નજર ઉતારાય છે

રથયાત્રા પૂરી થયા બાદ નજર ઉતારાય છે. નિજ મંદિરમાં રથ પહોંચ્યા બાદ ભગવાનની નજર ઉતારવાનુ કામ સૌથી પહેલા કરવામાં આવે છે. કહેવાય છે કે, ભગવાન નગરચર્યાએ નીકળે એટલે તેમને લોકોની મીઠી નજર લાગતી હોય છે. તેથી તેમનો મંદિર રથ પહોંચે એટલે નજર ઉતારવામાં આવે છે.

(5:39 pm IST)