ગુજરાત
News of Saturday, 2nd July 2022

ખેડૂતોના ઉત્‍કર્ષ માટે સતત પ્રયત્‍નશીલ રહેતા પ્રાકૃતિક ખેતીના તજજ્ઞ

ડો. સી.કે.ટીંબડીયાને ગુજરાત નેચરલ ફાર્મીંગ ઓર્ગેનીક યુનિવર્સિટીના કુલપતિનો ચાર્જડો. સી.કે.ટીંબડીયા

કુલપતિ ગુજરાત નેચરલ ફાર્મીંગ-ઓર્ગેનીક યુનિવર્સિટી

રાજકોટ તા. ૨ : એક એવાં અધિકારી કરતાં સાચાં ખેડૂતપૂત્ર કહેવું સારૂં રહેશે કે જેમનું કામ જ એમની ઓળખ છે. હડાળા (અમરેલી) એમનું મૂળ વતન છે. જેમનાં માટે કોઈ પણ રજા હોય કે તહેવાર એ હોય મોટેભાગે ખેડૂતોના ખેતરોમાં જ હોય છે. એક એવાં નિષ્ઠાવાન અધિકારી હર હંમેશ ખેડૂતને લાભ અપાવવા માટે દક્ષિણ ગુજરાતમાં વધારે જાણીતા છે. દક્ષિણ ગુજરાતની નવસારી એગ્રીકલ્‍ચરલ યુનિવર્સિટી એ એમની કર્મભૂમિ છે, પરંતુ આખા ગુજરાત અને હાલ ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત તથા માનનીય પ્રજાસેવક પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા જે પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ ઉપાડી છે. એમાં રાષ્ટ્રીય કક્ષાની પ્રાકૃતિક ખેતી અભ્‍યાસક્રમ સમીતીમાં સભ્‍ય છે તથા હાલમાં જ જેમને કુલપતિ શ્રી તરીકે ગુજરાત નેચરલ ફાર્મિગ અને ઓર્ગેનિક યુનિવર્સિટી તરીકે વધારાનો ચાર્જ આપવામાં આવ્‍યો છે એવાં ડો. સી કે ટીંબડીયા માટે ખેડૂતોની સેવા એ જ એકમાત્ર મંત્ર છે.
શ્રી ટીંબડીયા હંમેશા પોતાના સહ કર્મચારી અને વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાના સ્રોત છે. એમને નવસારી એગ્રીકલ્‍ચરલ યુનિવર્સિટીમાં પણ ડાયરેક્‍ટર ઓફ એક્‍સ્‍ટેન્‍શન્‍સનો ચાર્જ આપવામાં આવેલ હતો. તેઓ દ્વારા હર હંમેશ માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરવામાં આવે છે અને ખેતી દ્વારા ઉત્‍પન્ન થતી વસ્‍તુઓનું વધું માં વધું મૂલ્‍ય મળે એમનાં માટે પણ હર હંમેશ સક્રિય રહે છે. પ્રધાનમંત્રી મોદીના બિરૂદ કૃષિના રૂષિને સાર્થક કરી આજે રાજયપાલ તથા પ્રધાનમંત્રી શ્રી મોદીના સ્‍વપ્‍નને સાકાર કરવાની દિશામાં દિવસે અને દિવસે આગળ વધી રહ્યા છે.

 

(12:07 pm IST)