ગુજરાત
News of Saturday, 2nd July 2022

નર્મદા જિલ્લામાં રેશનકાર્ડ રદ કરાવવા માટે પત્ર બાદ પણ નાંદોદમાં 63 પુરવઠા દુકાનોમાં માત્ર 7 ગ્રાહકોએ સ્વેછીક કાર્ડ રદ કરાવ્યા

જિલ્લામાં કેટલાય કાર્ડ એવા છે કે જેમના ત્યાં ફોર વ્હીલ ગાડી,મોટું મકાન, એ.સી. સહિત અનેક વૈભવી સુવિધા છે છતાં આ લોકો સરકારી સહાય બિન્દાસ મેળવે છે તો આવા કાર્ડ ધારકો સામે પગલાં ક્યારે લેવાશે .?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્ય સરકારે હાલમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં જણાવ્યું છે કે રેશનકાર્ડ પર વિતરણ કરવામાં આવતું અનાજ એ ફકત ગરીબો માટેની યોજના છે જેમાં ફોર વ્હીલ વાહન ધરાવતા, સરકારી કર્મચારી હોય,કુટુંબના કોઈપણ સભ્ય સરકારી પેન્શન મેળવતા હોય,માસિક 10 હજાર થી વધુ આવક હોય સહિતના પરિપત્રમાં ઉલ્લેખ કરાયેલા મુદ્દાઓ વાળા રેશનકાર્ડ ધરાવતા વ્યક્તિઓ એ 30 જૂન-2022 સુધીમાં એન. એફ.એસ.એ.યોજના માથી પોતનું રેશનકાર્ડ કમી કરાવું જો આમ કરવામાં ચૂકશો તો 15,7,22 પછી તપાસ હાથ ધરાશે જેમાં આવા કોઈ જાણવા મળશે તો સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અત્યારસુધી મેળવેલ લાભનાં બજાર કિંમત મુજબ વસૂલ કરવામાં આવશે તથા ફોજદારી કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરાશે તેવી પરિપત્રમાં સ્થાનિક અધિકારી એ દુકાનદારો ને આપ્યો હોય દુકાનદારો એ ગ્રાહકો સુધી આ વાત પહોંચાડી છતાં  નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલી પુરવઠા ની 66 દુકાનો માથી માત્ર 07 કાર્ડ ધારકો એ જ સ્વેચ્છા એ પોતનાં કાર્ડ રદ કરાવ્યા છે.
 જોકે બાકીના આવા રેશનકાર્ડ ક્યારે રદ થશે અને ફોજદારી સહિત પગલાં લેવાશે એ બાબત જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ. પઠાણ ને પૂછતા તેમણે જણાવ્યું કે ફોજદારી ગુનો નહિ થાય પરંતુ મામલતદાર આ બાબતે તપાસ કરી આવા કાર્ડ ધારકો ને શોધી આગળ કાર્યવાહી કરશે.

(11:04 pm IST)