ગુજરાત
News of Saturday, 2nd July 2022

નર્મદા : બહેનોને આત્મનિર્ભર બનાવવા બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમ લેનાર 33 તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: રાજપીપલામાં બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા બેરોજગારોને રોજગારી મળે એ માટેની તાલીમ આપવામાં આવે છે. જેમાં રાજપીપલા ખાતે 33 જેટલી બેહનોને ઇન્સ્ત્રકટર મનીષા ગાંધી દ્વારા બ્યુટી પાર્લરની તાલીમ આપવામાં આવી હતી.આ તમામ તૈયાર થયેલા ઉધ્યમીઓને પી.એમ.ઈ.જી.પી યોજના અને અન્ય યોજનાઓ હેઠળ ધીરાણ માટે લાયકાત મુજબ અગ્રતા આપી લાભ આપવામાં આવશે. રાજપીપળા આંબેડકર ભવન ખાતે બ્યુટી પાર્લરની તાલીમ લીધેલી તમામ 33 બેહનોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાઈ હતી.આ કાર્યક્રમમાં લીડ મેનેજર રાકેશ કુમાર સિંગ, નિલેશ વસાવા, મનીષાબેન ગાંધી સહિત સંસ્થાના અન્ય હોદ્દેદારો ઉપસ્થિતિ રહ્યા હતા.
આ બાબતે લીડ બેંક મેનેજર રાકેશ કુમાર સિંગે જણાવ્યું હતું કે અમે આ કાર્યની શરૂઆત 11 માર્ચ 2010 ના રોજ કરી હતી.અત્યાર સુધી 267 બેચમાં 8765 લોકોને ટ્રેનિંગ આપી છે, એ પૈકી 6266 લોકોએ રોજગારી મેળવી છે. હાલ રાજપીપલામાં 33 જેટલી મહિલાઓને બ્યુટી પાર્લરની ટ્રેનિંગ આપી છે એ તમામ મહિલાઓ ઉતીર્ણ થતાં એમને સર્ટિફિકેટ એનાયત કરાયા છે.

(11:03 pm IST)