ગુજરાત
News of Saturday, 2nd July 2022

અમદાવાદ રથયાત્રામાં પાંચ કુવા વિસ્તારમાં અખાડા પ્રદર્શન લોકોના આકર્ષનું કેન્દ્ર બન્યું

યુવાનોના શરીર સૌષ્ઠવ સામે યુવતીઓની પણ કરતબો જોવા મળી ;કેટલીક યુવતીઓએ હાથમાં ચક્ર ફેરવવીને કરતબો બતાવ્યાં

અમદાવાદમાં અષાઢી બીજનાં દિવસે રાજ્યની સૌથી મોટી રથયાત્રા નિકળે છે. રથયાત્રામાં શણગારેલા ટ્રકો બાદ અખાડાનો વારો આવે છે. અખાડા રથયાત્રાનો આગવું આકર્ષણ જમાવે છે. યુવાઓ વિવિધ કરતબો સાથે પ્રદર્શન કરતાં હોય છે. તો આ વખતે કેટલીક યુવતીઓ પણ કરતબો કરતી જોવા મળી હતી 

અખાડો એટલે પ્રાચીન સમયથી દેશી પદ્ધતિથી શરીરને હૃષ્ટપુષ્ટ. ખડતલ બનાવવાની જગ્યા. અખાડામાં યુવાનો અંગ કસરતો કરીને પોતાના શરીરને કસાયેલું રાખે છે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં અખાડીયનો વિવિધ પ્રકારના અંગ કરસતો કરીને આ પ્રાચીન સંસ્કૃતિના દર્શન કરાવે છે. યુવાઓ અખાડામાં કરતા અવનવા અંગ કસરતો રથયાત્રામાં પ્રદર્શિત કરવા પાછળનો તેમનો હેતુ લોકોને સ્વસ્થ રહેવા કરસરત કરવાનો સંદેશ આપવાનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રથયાત્રામાં જોડાતા અખાડામાં લોકોમાં શરીર સૌષ્ઠવ ખાસ આકર્ષણું કેન્દ્ર બને છે. યુવાનો પોતાની કસાયેલા શરીરનું પ્રદર્શન કરે છે. શરીર સૌષ્ઠવ કરતાં આ યુવાનોને જોઈને લોકો આનંદિત થાય છે. અખાડામાં અત્યાર સુધી યુવાઓનું પ્રભૂત્વ રહ્યુ છે. તો હવે યુવતીઓ પણ જોડાઈ છે. આ વખતે યુવતીઓ અખાડામાં કરતબો કરતી જોવા મળી હતી. કેટલીક યુવતીઓએ હાથમાં ચક્ર ફેરવવીને કરતબો બતાવ્યાં. કદાચ રથયાત્રાના ઈતિહાસમાં આ વર્ષે પહેલી વખત યુવતીઓએ અખાડામાં ભાગ લીધો હશે.

(10:00 pm IST)