ગુજરાત
News of Tuesday, 2nd March 2021

સ્થાનિક સ્વરાજ ચૂંટણીમા નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ભાજપ નો દબદબો જોવા મળ્યો

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત તથા પાંચ તાલુકા પંચાયત તેમજ રાજપીપલા નગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ ના મતદાનની મંગળવારે ગણતરી થતા તેમાં પણ ભાજપે મેદાન મારી બહુમતી મેળવી છે.
જેમાં પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકોમાં 19 બેઠક ભાજપે કબજે કરી છે જ્યારે 02 કોંગ્રેસ તથા 01 અન્ય ને ફાળે ગઈ છે,તેજ રીતે પાંચ તાલુકા પંચાયત માં નાંદોદ તાલુકાની 18 બેઠકો માંથી 15 ભાજપ,02 કોંગેસ અને 01 અન્ય એ જીત હાંસલ કરી છે,જ્યારે ડેડીયાપાડા તાલુકા પંચાયતની 22 બેઠકો માં 16 બેઠક ભાજપ,04 કોંગેસ અને 02 અન્ય ને ફાળે ગઈ છે,ગરડેશ્વર તાલુકા પંચાયત માં કુલ 16 બેઠકો પર 09 ભાજપ તેમજ 07 કોંગ્રેસે કબજે કરી છે,તિલકવાડા ની કુલ 16 બેઠકો પર 10 બેઠક ભાજપ,05 કોંગ્રેસ અને 01 અન્ય એ વિજય પ્રાપ્ત કર્યો છે,જ્યારે સાગબારા ની 18 બેઠકો પર ભાજપે 12,કોંગ્રેસે 03 અને અન્ય એ 03 બેઠકો પર જીત મેળવી હોય રાજપીપળા નગરપાલિકાની સાથે સાથે પંચાયતોમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો.

(10:41 pm IST)