ગુજરાત
News of Tuesday, 2nd March 2021

રાજપીપળા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો સાત વોર્ડની 28 બેઠકોમાંથી ભાજપને 16 બેઠક સાથે બહુમતી અપક્ષ અને કોંગ્રેસને છ- છ બેઠક

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાની 28 બેઠકોની મત ગણતરી મંગળવારે પૂર્ણ થતા રસાકસી ભર્યા આ જંગમાં ભાજપે પાલિકા સત્તા કબ્જે કરી હતી જયારે તેને કોંગ્રેસ કરતા પણ મોટો પડકાર હતો ત્યારે મંગળવારે મતગણતરી ના પ્રારંભે વોર્ડ એક ના પરિણામ જાહેર થતા ભાજપને એકજ બેઠક અને અપક્ષને ત્રણ બેઠક મળતા અપક્ષ મેદાન મારી જશે તેમ લાગતું હતું પણ વોર્ડ  દીઠ પરિણામો આવતા ભાજપ મેદાન માર્યું હતું.
આ જીતનો યશ સાંસદ મનસુખ વસાવેને ફાળે જાય છે. કારણકે જનહિત સમિતિનો માહોલ જામતા મનસુખ વસાવા મેદાનમાં આવી પાલિકા ચૂંટણીમાં સૌ પ્રથમવાર જાહેર સભા યોજી ભાજપ વિરોધીઓને ખુલ્લા પાડી પ્રજાને ભાજપ પર ભરોસો રાખવા અપીલ કરતા સાંસદની મહેનત રંગ લાવી હતી,ભાજપને 16 બેઠકની બહુમતી મળતા પાલિકા કબ્જે કરી હતી,તો બીજી બાજુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયાતો માટે પણ મનસુખ વસાવાએ નાદુરસ્ત તબિયત હોવા છતાં જિલ્લાના ગામડાઓમાં જઈ પ્રચાર કર્યો હતો. અને સમગ્ર જિલ્લામાં ભાજપ ને વીજય અપાવ્યો.હતો તેમની રાહબરી હેઠળ જિલ્લા બીજેપી પ્રમુખ ઘનશ્યામ પટેલ અને મહામંત્રી નીલ રાવે પણ ટિમ વર્ક થી કામ ક્રસ્તા ભાજપ સંગઠન કામે લગતા નર્મદા જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયેલો જોવા મળ્યો હતો

(10:38 pm IST)