ગુજરાત
News of Tuesday, 2nd March 2021

વડોદરાની અનગઢ જિલ્લા પંચાયતની બેઠક પર વિવાદ : EVM પર છેડછાડનો કોંગ્રેસના ઉમેદવાર પારૂલ મકવાણાના પતિનો આક્ષેપ

કોંગ્રેસ ઉમેદવાર પારૂલ મકવાણાએ પણ ફેર મતદાનની માગ કરી

વડોદરાની અનગઢ જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રસના ઉમેદવારની હાર બાદ વિરોધ સામે આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર પારૂલ મકવાણાની હાર બાદ તેમના પતિ પ્રવીણ મકવાણાએ વિરોધ કર્યો છે. તેઓએ EVM પર છેડછાડના આરોપ લગાવ્યો છે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર પારૂલ મકવાણાએ પણ ફેર મતદાનની માગ કરી છે.

(12:09 pm IST)