અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયોઃ બે બાઇક સવાર બેગમાં રહેલા 25 લાખ લુંટી ફરાર થઇ જતા ચકચાર
ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી લુંટારૂઓની શોધખોળ હાથ ધરી
અમદાવાદઃ અમદાવાદના અખબારનગર વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારી અમૃત કાંતિલાલ 25 લાખ ભરેલ બેગ લઇ નીક્ળ્યા હતા ત્યારે અચાનક જ બે બાઇક સવાર બેગ ઝુંટવી ફરાર થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં લૂંટનો વધુ એક બનાવ બન્યો છે. શહેરમાં મધ્યરાત્રિએ આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે. અખબાર નગર પાસે બાઈક પર આવેલા કેટલાક શખ્શો દ્વારા આંગડીયા પેઢીના કર્મચારી પાસે રૂપિયા ભરેલ થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસની ચક્રોગતિમાન કર્યા છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અખબાર નગર પાસેથી રૂપિયા ભરેલ બેગ લઈને પસાર થઈ રહેલ આંગડિયા પેઢીના કર્મચારીને બાઈક પર આવેલા બે લૂંટારું લૂંટી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. લોકોની ચહલ પહલથી ધમધમતા રોડ પર પટેલ અમૃત કાન્તિલાલ આંગડિયા પેઢીનાં કર્મી પાસેથી રૂપિયા 25 લાખ ભરેલ બેગની બાઈક પર આવેલા કેટલાક શખ્શો લોકો લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
આ અંગેની જાણ પોલીસને થતા વાડજ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલા ઘટના સ્થળે પહોંચી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.