ગુજરાત
News of Thursday, 2nd February 2023

સુરતના સચિન વિસ્તારમાં આઇસર ટેમ્પો આંતરી લૂંટ કરનાર 4 આરોપી ઝડપાયા

સચિન વિસ્તારમાંથી આમલેટની લારી ચલાવનાર વેપારીનો ટેમ્પો ઈંડા લેવા જતો હતો ત્યારે ટેમ્પો ઉભૉ રખાવી ચોર ખાના મા મુકેલા 7 લાખથી વધુની રોકડ લૂંટ કરી પાંચ જેટલા લૂંટારુ ફરાર થઇ ગયા:પોલીસે ચાર આરોપી ને 4 લાખ થી વધુના મુદામાલ સાથે ઝડપી પાડયા

સુરત : સચિન વિસ્તારમાંથી આમલેટની લારી ચલાવનાર વેપારીનો ટેમ્પો ઈંડા લેવા જઈ રહ્યો હતો. આ દરમ્યાન ટેમ્પો ઉભો રખાવી ચોર ખાના મા મુકેલા 7 લાખથી વધુની રોકડ રકમની લૂંટ કરી પાંચ જેટલા ઈસમો લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર આરોપી ને 4 લાખ થી વધુના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. સુરતમા ચોરી અને લૂંટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તેવામાં સુરતના સચિન વિસ્તારમાં ગત 30 તારીખના રોજ આમલેટનો વ્યવસાય કરતા વેપારીએ ઈંડા લેવા માટે બે આઇસર ટેમ્પો લીધા હતા.

જેમાંથી એક ટેમ્પો લઈ ડ્રાયવર અને ક્લીનરને ઈંડા લેવા માટે નાસિક તરફ મોકલ્યા હતા.જેમાં ક્લીનરની સીટ નીચે ચોર ખાનું બનાવ્યું હતું. જેમાં 7 લાખ 39 હજાર ની રોકડ મુકેલી હતી. ત્યારબાદ ટેમ્પો રવાના થયો હતો.જોકે સચિન પોલીસ મથક હદ વિસ્તારમાં ટેમ્પો પહોંચ્યા તે દરમ્યાન ખરવાસાથી ભાટિયા તરફ જતા રોડ પર તેમનો ટેમ્પો બે બાઈક દ્વારા રોકી ડ્રાયવર અને ક્લીનરને લૂંટી લેવાયા હતા એટલું જ નહીં ચોર ખાનામાં મુકેલા રોકડ 7 લાખ 39 હજારની લૂટ કરી પાંચ જેટલા ઈસમો ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ આમલેટના વેપારીને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસને જાણ કરાઈ હતી.

 

આ ઘટનાની ગંભીરતાને જોતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અને સચિન પોલીસ સંયુક્ત તપાસમાં લાગી હતી. આ લૂંટની ઘટનામાં પોલીસે તમામ કર્મચારીઓની પૂછપરછ કરી હતી.તેમાં જાણવા મળ્યું હતું કે ચોર ખાના વિશે કર્મચારીઓ સિવાય અન્ય કોઈ ને જાણ નહોતી.જેથી પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરી પૂછપરછ કરતા એક યુવકે છેલ્લા પાંચ વર્ષ થી ટેમ્પામાં કામ કરતા યુવકે છેલ્લા 6 મહિના પહેલા નોકરી છોડી દીધી હતી.

 જોકે થોડા સમય પહેલા ફરી કામ અર્થે આવ્યો હતો.પોલીસે તેમની ઊંડાણ પૂર્વક તપાસ કરતા વિકી જાણવા અને તેના મિત્રોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યાનું સામે આવ્યું હતું. જેમાં વિકકીએ જણાવ્યું હતું કે માથે દેવું વધી જતાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો.જેમાં વિકી દેવીદાસ જાદવ ,રાકેશ ઉર્ફે બાલો એકનાથ મોહિતે ,મેહુલ ઉર્ફે ચિલ્લુ રામવિલાસ ગુપ્તા ,નયન રાજુ રાઠોડ અને રોહન આમ પાંચ લોકોએ મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો.

જોકે પોલીસે તાત્કાલિક કામગીરી કરી તપાસ કરતા ચાર આરોપી ઝડપાઇ ગયા હતા જ્યારે રોહન નામનો ઈસમ હજુ વોન્ટેડ છે. આ ચાર આરોપી પાસેથી લૂંટ માં વયરાયેલ બે મોપેડ તેમજ 4 લાખ 79 હજાર રૂપિયા રિકવર કર્યા હતા.હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:59 am IST)