ગુજરાત
News of Tuesday, 2nd January 2018

ગાત્રો થીજાવતી ઠંડીમાં માઘ સ્નાન કરતા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ

માઘસ્નાન ધર્મ તેમજ વિજ્ઞાન સાથે ઓતપ્રોત છે: માઘસ્નાનથી સાહસિકતા અને ખડતલપણું આવે છે: તીર્થરાજ પ્રયાગરાજ, નૈમિષારણ્ય, હરિદ્વાર વગેરે તીર્થોમાં ભાવિકો માઘ સ્નાન કરતા હોય છે

અમદાવાદતા.૧ આપણો ભારત ઋષિમુનિઓને દેશ છે. આપણા ઋષિમુનિઓએ પોતાના જ્ઞાન તથા અનુભવોના નિચોડ રુપે સમાજના કલ્યાણ માટે શાસ્ત્રોની રચના કરી છે. તેમજ  આપણાં સ્વાસ્થ્ય તેમજ આનંદ માટે ઋતુ પ્રમાણે ઉત્સવોનું નિર્માણ કરેલ છે..

 

    ચાતુર્માસ દરમ્યાન વિવિધ વ્રતો, નવરાત્રી દરમ્યાન ઉપવાસ, એકાદશી ઉપવાસ, વગેરે વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આરાગ્ય વર્ધક સાબિત થયા છે. આવા વ્રતો જો ભગવત પ્રસન્નાર્થે કરવામાં આવે તો મોક્ષ મુલક બની જાય છે.

    પોષસુદ પુનમ થી મહાશુદ પુનમ (તા૨--૨૦૧૮થી તા.૩૧--૨૦૧૮) એક માસ સુધી કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરવું એ માઘ સ્નાન કહેવાય છે.

    પદ્મપુરાણ તથા સત્સંગીજીવન વગેરે શાસ્ત્રોમાં માઘસ્નાનનો મહિમા વર્ણવ્યો છે. માઘસ્નાન કરવાથી ગમે તેવા પાપ બળી જાય છે. તે કરતાંય માઘ સ્નાન કરવાથી ખડતલપણુ, સાહસિકતા અને ધાર્મિકતાના ગુણો કેળવાય છે.

   સમુદ્ર, નદી કે તળાવ નજીકમાં ન હોય તો કુંભારને ત્યાંથી કોરા માટલા લાવી, સાંજના સમયે તેમાં પાણી ભરી, ખુલ્લામાં મૂકી વહેલી સવારે તે ઠંડા પાણીથી સ્નાન કરવું તેને માઘસ્નાન કહેવાય છે.

 ગુરુકુલોમાં નહાવા માટે ગરમ પાણીની વ્યવસ્થા હોવા છતાં સ્વેચ્છાએ માઘ સ્નાનમાં  મેમનગર શ્રી સ્વામિનારાયણ  ગુરુુકુલના ૩૭૫ વિદ્યાર્થીઓ અને સંતો તેમજ દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૨૫ જેટલા ઋષિકુમારો  અને સંતો  જોડાયા છે.

(9:27 am IST)