News of Sunday, 1st November 2020
અમદાવાદ ઠક્કરબાપા નગરમાં ફાયરીંગ :બે હુમલાખોરોએ કર્યું કારચાલક પર ફાયરિંગ : અશોક નામનો શખ્શ ઘાયલ
કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી: ઘટનાના તાણાવાણા મેળવવા પ્રયત્ન
અમદાવાદમાં ઠક્કરબાપા નગર અને હીરાવાડી હાઇવે વચ્ચે ફાયરિંગની ઘટના બની છે. આ ફાયરિંગમાં અશોક નામનો એક શખ્સ ઘાયલ થયો હોવાના સમાચાર છે. બે હુમલાખોરોએ હુમલો કર્યો હતો. કારચાલક પર ફાયરિંગ થયું હતુ. બાઇક પર આવેલા શખ્કૃસોએ ફાયરિંગ કર્યુ હતુ. કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘટનાના તાણાવાણા મેળવવા પ્રયત્ન કરી રહી છે.
(7:01 pm IST)