News of Sunday, 1st November 2020
અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા વિરમગામ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી જન્મ જયંતીની ઉજવણી કરાઈ
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિરમગામ ખાતે અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા પણ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલ હાર પહેરાવી શ્રદ્ધા સુમન આર્પિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સતીષ ઠાકોર, શહેર પ્રમુખ ચેતન કંસારા, ઉપપ્રમુખ મહેન્દ્ર જાદવ, મંત્રી અમર ઠાકોર, કોરોબારી સભ્ય મહેન્દ્ર પરમાર અને બીજેપી કાર્યકર્તા જયેશભાઈ જાદવ ઉપસ્થિત રહ્યા હતા.
(10:48 am IST)