ગુજરાત
News of Wednesday, 1st September 2021

બે દિવસ દક્ષિણ ગુજરાત -સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી: શુક્રવારથી ઘટશે વરસાદનું જોર ઘટશે

સાયક્લોનિક સર્ક્યુલર સર્જાયું - બંગાળની ખાડીમાં લો પ્રેસર એક્ટિવ : 9 અને 10 સપ્ટેમ્બરે ફરી ભારે વરસાદની આગાહી

અમદાવાદ : સ્કાયમેટે ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતથી લઇ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. તેમજ આગાહી મુજબ 3 સપ્ટેમ્બરથી ઘટશે વરસાદનું જોર ઘટશે અને 9 અને 10 સપ્ટેમ્બરે ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા સારો વરસાદ પડી શકે છે. હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એક્ટિવ થતાં સારો વરસાદ પડી શકે છે.

(8:00 pm IST)