Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

બીલીમોરામાં 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ડેમમાં છલાંગ લગાવી જીવન ટુંકાવતા અરેરાટી

બીલીમોરા:બીલીમોરાની કે.બી. પટેલ ઇંગ્લીશ મીડીયમ હાઇસ્કૂલમાં ધોરણ-૧૨ કોમર્સમાં અભ્યાસ કરતી આશાસ્પ વિદ્યાર્થિનીએ આજે બપોરે દેવધા ટાઇડલ ડેમમાં આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. આ ભેદી મોત અંગે અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે.

પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ બીલીમોરાનાં ગૌહરબાગ ખાતે આવેલા હોરમર્ઝદ બાગમાં ત્રીજામાળે રહેતી અને શહેરની કે.બી. પટેલ ઇંગ્લીશ મીડીયમ હાઇસ્કૂલમાં ધોરણ-૧૨ કોમર્સમાં અભ્યાસ કરતી અપૂર્વા અજયકુમાર બ્રાહ્મણે (ઉ.વ. ૧૭) આજે સવારે સાડા સાત વાગ્યે પોતાની હીરો મેસ્ટ્રો બાઇક (નં. જીજે-૨૧-એએ- ૦૮૯૫) પર સવાર થઇને ઘરેથી સ્કૂલે ગઇ હતી અને સ્કૂલ છુટયા બાદ અપૂર્વા ઘરે આવવાને બદલે બાઇક પર બેસી સીધી દેવધા ખાતે અંબિકા નદી પર બનેલા ડેમ પાસે ગઇ રહતી અને ભેદી સંજોગોમાં તેણે ડેમમાં કૂદકો મારી દેતાં પાણીમાં ડૂબી જવાથી તેનું મોત    નીપજ્યું  હતું.

ડેમમાંથી તેને સ્થાનિકોએ બહાર કાઢી તેના ઘરે ફોન કરતા તેના માતા-પિતા વિગેરે સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અપૂર્વાએ કયા કારણોસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી. તે શાંત અને મિલનસાર  સ્વભાવની હતી.

માહિતી મુજબ અપૂર્વાની આજે સ્કૂલમાં પરીક્ષા હતી અને બિઝનેસ સ્ટડી વિષયનું પેપર હતું. પરીક્ષા પત્યા બાદ તેણે ઘરેઆવવાનેબદલે સ્કૂલેથી બારોબાર ઘટનાસ્થળે પહોંચી હતી. અપૂર્વાનાં પિતા બીલીમોરા રેલવે સ્ટેશનમાં બુકીંગ કલાર્ક તરીકે નોકરી કરે છે. પોતાની વ્હાલસોયી આશાસ્પદ પુત્રીનાં મોતથી માતા-પિતા અને  પરિવાર ઉપર દુઃખનો ડુંગર તૂટી પડયો છે.

(6:10 pm IST)